વર્ષ ૨૦૧૯માં યોજનાર લોકસભા ચૂંટણી અનેક મોટી વયના ઉમેદવાર અને મોટા માથા માટે નિર્ણાયક બનનાર છે. અનેક દિગ્ગજોમાટે આ ચૂંટણી અંતિમ ચૂંટણી બની રહેનાર છે. લોકસભા ચૂંટણી અનેક રાજકીય નતાઓની છેલ્લી ચૂંટણી માટે સાક્ષી બનનાર છે. કેટલાક એવા નેતા જે ગઇકાલ સુધી ભારતીય રાજનીતિમાં છવાયેલા રહ્યા હતા તે આજે વયના એવા સ્તર પર પહોંચી ગયા છે જ્યાં આગામી ચૂંટણી તો લડવાની બાબત તો દુરની છે આ નેતાઓ કોઇ ભૂમિકા પણ અદા કરવા માટે હવે સક્ષમ નથી.
જો કે આ ચૂંટણીમાં પણ કેટલાક અંશે તેમની છાપ તો ચોક્કસપણે દેખાનાર છે. આરોગ્ય અને અન્ય કારણોસર આ નેતાઓ પરદા પાછળથી જ ભૂમિકા અદા કરવા માટે મજબુર છે. હવે રાજનીતિમાં એક પેઢી ધીમે ધીમે બહાર આવી રહી છે અને એક પેઢી બહાર થઇ રહી છે. ભાજપના પિતામહ ગણાતા લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ મળી નથી. જેથી તેમની રાજકીય કારકિર્દી પણ પૂર્ણ થવાના આરે પહોંચી ગઇ છે. મુરલી મનોહર જાશીને પણ ટિકિટ આપવામાં આવી નથી. કેટલાક એવા નેતા છે જેમને જો ટિકિટ મળી જશે તો પણ તેમની ચૂંટણી છેલ્લી ચૂંટણી રહેનાર છે. જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવાર પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચુક્યા છે. તેમની પુક્ષી સુપ્રિયા હવે મેદાનમાં છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ રાજકીય રીતે પાછળ જતા રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ફારૂક અબ્દુલ્લા હાલમાં પ્રમાણમાં સારી સ્થિતીમાં છે. તેઓ ૮૦ ઉપર થયા હોવા છતાં શ્રીનગરમાંથી ચૂંટણી મેદાનમાં છે. સમાજવાદી પાર્ટી નેતા મુલાયમ સિંહ હવે મુશ્કેલમાં છે. રાજકીય વિરાસતમાં તેઓ મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. મુલાયમ પણ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તેમની પાર્ટી પર હવે કોઇ પક્કડ નથી. અખિલેશ યાદવ દ્વારા તમામ નિર્ણય કરવામાં આવી રહ્યા છે. મુલાયમની સ્થિતી પણ નિવૃતિ જેવી રહેલી છે. લાલુ યાદવ ઘાસચારા કૌભાંડમાં જેલમાં છે. ૭૦ વર્ષીય લાલુ યાદવ હાલમાં બિમાર છે. અંદાજ એવો છે કે તેમની સામે કેસો એટલા બધા છે કે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરવાની સ્થિતીમાં નથી. તેમના પુત્ર તેજસ્વી યાદવ પાર્ટીની જવાબદારી સંભાળી ચુક્યા છે. કાલરાજ મિશ્રા ચૂંટણી લડવાથી ખસી ગયા છે.
શાંતા કુમાર, ભગતસિંહ અબુ હસન જેવા નેતાઓની પણ છેલ્લી ચૂંટણી થનાર છે.કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તરફથી એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેટલાક એવા નામ જે વર્ષ ૨૦૧૪માં દેખાયા હતા તે વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં નજરે પડશે નહીં. જો કે છેલ્લી ઘડીએ આવા ચહેરા દેખાવવા લાગી ગયા છે. આમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તેમના પરંપરાગત મતવિસ્તાર રાયબરેલીમાંથી ફરી મેદાનમાં છે. તેમની સાથે મુલાયમ સિંહ યાદવ ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એકે એન્ટોની પણ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ૭૫ વર્ષથી ઉપર પહોંચી ચુકેલા કેટલાક નેતાઓને તો પાર્ટી જ બહાર કરી ચુકી છે. જા ૭૫ વર્ષથી ઉપરના ઉમેદવારને ટિકિટ ન આપવાના મુદ્દા પર પાર્ટી આગળ વધશે તો કેટલાક ચહેરા તો પોતાની રીતે જ બહાર થઇ જશે.
મુરલી મનોહર જોશી, અડવાણી સહિતના કેટલાક નેતાઓ મોટી વયમાં પણ સક્રિય થયેલા છે. શરદ પવાર પણ હજુ સુધી સક્રિય છે.સુષ્મા સ્વરાજ પણ આરોગ્યના કારણે પરેશાન રહ્યા છે. જેથી હવે તેઓ પણ મેદાનમાં રહેનાર નથી. મોટી વય થઇ હોવા છતાં કેટલાક નેતાઓ તો આજે પણ પોત પોતાના વિસ્તારમાં લોકપ્રિયતા ધરાવે છે પરંતુ તેમની વય અડચણો ઉભી કરી શકે છે. આ નેતાઓ તેમની વયના કારણે આ દિગ્ગજા હવે લાચાર દેખાઇ રહ્યા છે. બે ડઝનથી વધારે નેતાઓ આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા નથી.
જેમાં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરા, કાલરાજ મિશ્રાનો સમાવેશ થાય છે. સુમિત્રા મહાજન પણ યાદીમાં સામેલ છે પરંતુ તેઓ મેદાનમાં ઉતરશે કે કેમ તે અંગે હજુ નામની જાહેરાત કરવામાં આવી નથી. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીનીની વાત કરવામાં આવે તો એ વખતે ૯.૬ ટકા સાંસદોની વય ૭૦ વર્ષથી વધારેની રહી હતી.