નવી દિલ્હીઃ ક્વોલિટી પર ધ્યાન આપનાર ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇંડ ફાર્માએ ભારતમાં પોતાની ઓવર-ધ-કાઉંટર (ઓટીસી) પ્રોડક્ટ – કબ્જએન્ડ નેચરલ લેક્સેટિવ ગ્રેન્યૂલ લોંચ કરી છે, જે કબજીયાતથી રાહત અપાવશે. મેનકાઇંડ ફાર્માએ જાણીતા ઋષિ કપૂરને આ નવી પ્રોડક્ટ માટે પોતાના બ્રાંડએમ્હેસેડર બનાવ્યાં છે.
કબ્જ એન્ડને આયુર્વેદ આધારિત ફોર્મ્યુલાથી તૈયાર કરવામાં આવી છે, જે નિયમિત બાઉલ મૂવમેંટને જાળવી રાખતા શરીરની જરૂરી સફાઇ સુનિશ્ચિત કરે છે. આ પ્રોડક્ટ ૫૦ ગ્રામની બોટલના રૂપે વાજબી કિંમત પર રજૂ કરવામાં આવી છે. જીવનશૈલીમાં બદલાવ અને જરૂરી પોષણના અભાવમાં શરીરમાં કબજીયાતની તકલીફ ઉભી થાય છે, જે લાંબા સમય સુધી કાયમ રહેવા પર સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા બની જાય છે. કબ્જએન્ડમાં સંશોધિત જડી-બૂટીઓનું મિશ્રણ છે, જે કબજીયાત, અપચો, ગેસ અને અનિયમિત બાઉલ સિંડ્રોમ જેવી તકલીફોને દૂર કરવામાં કારગત છે.
મેનકાઇંડ ગ્રુપના સીઈઓ રાજીવ જુનેજાએ જણાવ્યું કે મેનકાઇંડ ખાતે અમારો પ્રયાસ ઇનોવેટિવ થેરેપી રજૂ કરવાનો રહે છે, જે ભારતમાં ઉપસ્થિત સ્વાસ્થ્ય સંબંધી મૂળભૂત પડકારોના ઉકેલ રજૂ કરી શકીયે. અમિતાભ બચ્ચન જેવી હસ્તીના મેનકાઇંડ ફાર્માના બ્રાંડ એમ્બેસેડર બનવા પર ગ્રાહકો સાથે જોડાવામાં અમને ભારે સફળતા મળી હતી. તેને ધ્યાનમાં રાખી હવે અમને નવી પ્રોડક્ટ- કબ્જએન્ડ માટે અમે ઋષિ કપૂરને અમારો બ્રાંડ એમ્બેસેડર પસંદ કર્યા છે. અમને આશા છે કે આ પ્રતિભાઓની સાથે આવવાથી ગ્રાહકોની વચ્ચે અમારી છબી વધુ મજબૂત બનશે.