47 વર્ષની મનિષા સ્વિમ સુટ પહેરવા માટે કેવી રીતે રાજી થઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિલ્મ સંજુમાં નરગીસનો રોલ કર્યા બાદ મનિષા કોઇરાલાએ નેટફ્લિક્સ પરની એક સિરીઝ લસ્ટ સ્ટોરીઝમાં બોલ્ડ પાત્ર ભજવ્યુ છે. જેમાં એક સીનમાં તો તેણે સ્વિમસુટ પહેર્યો છે. આ ઉંમરે સ્વિમસુટ પહેરવો તે પણ એક ચેલેન્જથી ઓછુ નથી હોતું.

મનિષાને સ્વિમ સુટ વિષે પૂછતા તેણે કહ્યુ હતુ કે જ્યારે ડિરેક્ટરે તેમને સ્વિમસુટ પહેરવા માટે કહ્યુ ત્યારે તે આ બાબત માટે તૈયાર ન હતા. બાદમાં ડિરેક્ટરે તેમને સમજાવ્યા હતા. મનિષાએ કહ્યુ હતુ કે તેણે તેની જવાનીમાં પણ કદી સ્વિમસુટ પહેર્યો નથી તો આ ઉંમરે કેવી રીતે પહેરે. બાદમાં ડિરેક્ટર સાથેની વાત બાદ મનિષાને કોન્ફિડન્સ આવ્યો અને તે સ્વિમ સુટ પહેરવા માટે રાજી થઇ હતી.

બોલિવુડમાં કમબેક વિષે પૂછતા કહ્યુ હતુ કે, તે ખૂબ ખુશ છે કે આટલા વર્ષોમાં બોલિવુડ પણ ઘણુ બદલાઇ ચૂક્યુ છે. સંજુમાં આટલા બધા કેરેક્ટરમાં તેનો રોલ કોઇ નોટિસ કરશે તે ચિંતા હતી. તે સિવાય દિગ્ગજ કલાકારના પાત્રને ન્યાય આપી શકશે કે નહી તે પણ એક ચિંતાનો વિષય હતો.

Share This Article