સાંબર કાફે ખાતે ‘મેંગો મેડનેસ’નું આયોજન, કેરીની સાઉથ ઇન્ડિયન સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા મળશે

Rudra
By Rudra 2 Min Read

અમદાવાદ: સાંબર કાફે અમદાવાદ માં ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ પિરસે છે, જેઓ આ સમર સીઝનમાં ‘મેંગો મેડમેસ’ દ્વારા સાઉથ ઇન્ડિય ખાવાના શોખીન લોકો માટે નવીન વાનગીઓ લઇને આવ્યા છે, આ ફેસ્ટિવલમાં કેરી માંથી તૈયાર કરાયેલ 20 ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન વાનગીઓ પિરસવામાં આવશે.

ખાસ તૈયાર કરાયેલ મેનુમાં કાચી અને પાકેલી કેરીની વિવિધ વાનગીઓનો સ્વાદનો માણવા મળશે. જેમાં મામ્બાઝા પાયસમ, મામ્બાઝા સાંભાર, માંગાઈ સદમ (કેરીના ભાત), મામ્બાઝા પુલિસેરી, માંગાઈ ચમ્મન્થી (ચટણી), મામ્બાઝા થાર સદમ (દહીં ભાત), મામ્બાઝા રસમ અને મામ્બાઝા જીગરથંડાનો સમાવેશ થાય છે, સાથે વઝક્કાઈ વરુવલ, બીટરૂટ થોરણ, કીરાઈ કૂટુ અને મામ્બાઝા પચડ જેવી ક્લાસિક વાનગીઓ કેળાના પાંદડા પર પીરસવામાં આવશે.

સાંબર કાફે ના સ્થાપક શ્રીમતી જયંતિ સંતોષે જણાવ્યું હતું કે, “ઉનાળાની ઋતુમાં સાઉથ ઇન્ડિયન કિચનમાં કેરીની વૈવિધ્યસભર વાનગીઓનું આગવું સ્થાન હોય છે. મેંગો મેડનેસ સાથે, અમે પરંપરા અને સ્વાદ બંનેને ઉજવતા કેરીથી ભરપૂર સાઉથ ઇન્ડિયન સ્વાદિષ્ટ વાનગીઓને ખાસ કેળાના પાનમાં પીરસીને ટ્રેડિશનલ ટચ આપ્યો છે.
અમે ભોજન પ્રેમીઓને મેંગો મેડનેસ દ્વારા અનોખી સાઉથ ઇન્ડિયન રીત દ્વારા સિઝનના સૌથી પ્રિય ફળનો સ્વાદ માણવા માટે આમંત્રિત કરીએ છીએ.”

તમિલ શબ્દ “મંગાઈ” પરથી આ ઉત્સવમાં કેરી સાથેના સાંસ્કૃતિક મૂલ્યો જોડવા સાથે વિવિધ વાનગીઓ બનાવવામાં આવી છે, જે ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન ભોજનમાં સમયાતીત ભૂમિકાને દર્શાવે છે.

આ કેરીનો ઉત્સવ સાંબર કાફેની ઘુમા-મણિપુર શાખામાં યોજાશે. ગ્રાહકો 24, 30 અને 31 મેના રોજ સાંજે 7:00 થી 8:30 વાગ્યા સુધી રાત્રિભોજનમાં અને 25 મે અને 1 જૂનના રોજ બપોરે 12:30 થી 1:30 વાગ્યા સુધી અનોખી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકશે.

પરંપરા, ગુણવત્તા અને સ્વાદ પ્રત્યે પ્રતિબદ્ધ, સાંભર કાફે અમદાવાદમાં અધિકૃત સાઉથ ઇન્ડિયન ભોજન માટે સમર્પિત છે. તેની બોડકદેવ અને નવરંગપુરામાં પણ શાખા છે.

Share This Article