પ્રભાસની મોટી ફિલ્મ સાહો હાથ લાગતા મંદિરા ખુશ છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ: ભારતની હજુ સુધીની સૌથી મોંઘી ફિલ્મ સાહો મળતા સેક્સી સ્ટાર મંદિરા બેદી ભારે ખુશ છે. પ્રભાસ અભિનિત ફિલ્મ સાહોમાં નાનકડી  ભૂમિકા મળી હોવા છતાં મંદિરા બેદી  ભારે ખુશ દેખાઇ રહી છે. આ ફિલ્મ એપ્રિલ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે  મંદિરા બેદીની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. મંદિરા ફિલ્મમાં નેગેટીવ રોલમાં નજરે પડનાર છે. શ્રદ્ધા કપુર લીડ રોલમાં નજરે પડનાર છે. ફિલ્મમાં જેકી, શ્રોફ, નીલ નિતિન મુકેશ અને ચંકી પાન્ડે પણ નેગેટીવ રોલમાં દેખાશે. શ્રદ્ધા કપુરને પણ મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે.

આ ફિલ્મ બાદ શ્રદ્ધાની કેરિયરમાં નવા પ્રાણ ફુંકાઇ શકે છે. શ્રદ્ધા કપુરને સતત સારી ફિલ્મોમળી રહી છે પરંતુ તેની ફિલ્મો ફ્લોપ સાબિત થઇ રહી છે. આવી સ્થિતીમાં પ્રભાસ સાથેની સાહો ફિલ્મને લઇને તે આશાવાદી છે. આ ફિલ્મ ત્રણ ભાષામાં બનનાર છે. જેથી ઉત્સુકતા વધી ગઇછે. ફિલ્મમાં અનેક હિન્દી ફિલ્મોના ટોપ સ્ટાર કામ કરવા જઇ રહ્યા છે. જેમાં જેકી શ્રોફ, ચંકી પાન્ડે અને મહેશ માંજરેકર કામ કરી રહ્યા છે. ટીનુ આનંદ પણ કામ કરી રહ્યા છે.ફિલ્મમાં મલયાલમ સ્ટાર મિસ્ટર લાલ પણ કામ કરી રહ્યો છે. ઉપરાંત નીલ નિતિન મુકેશની પણ ભૂમિકા છે. પ્રભાસ અભિનિત ફિલ્મ માટે શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે.

આ ફિલ્મ હાઇટેક એક્શન ડ્રામાં ફિલ્મ છે. ફિલ્મ હિન્દી, તમિળ અને તેલુગુ ભાષામાં બની રહી છે. ફિલ્મમાં હાઇટેક એક્શન સીન રાખવામાં આવ્યા છે. ફિલ્મની પટકથા સુજીતે લખી છે. નિર્દેશનની જવાબદારી પણ તે પોતે અદા કરી રહ્યા છે. દેશભરમાંબાહુબલી નામથી પ્રભાસ વધારે ઓળખાય છે. તે ફિલ્મ જગતના સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે.  પ્રભાસ અને શ્રદ્ધા કપુરની જાડીને જાવા માટે ચાહકો ભારે ઉત્સુક છે.

Share This Article