મુંબઇ : મી ટુ અભિયાન હેઠળ સાજિદ ખાન પર એક પત્રકાર દ્વારા જાતિય સતામણીના આરોપો મુકવામાં આવ્યા બાદ તેની અસર હવે જાવા મળી રહી છે. એકબાજુ સાજિદ ખાનને ફિલ્મ હાઉસફુલવ-૪માંથી બહાર કરી દેવામાં આવ્યા છે. હવે બિગ બોસ-૯ અને ક્યાં કુલ હે હમ જેવી ફિલ્મમાં કામ કરી ચુકેલી સેક્સી સ્ટાર મંદાના કરીમીએ સાજિદ પર જારદાર પ્રહારો કર્યા છે. મંદીના કરીમીએ કહ્યુ છે કે સાજિદે તેને નેકેડ બોડી દર્શાવવા માટે કહ્યુ હતુ. મંદાના કરીમીએ કહ્યુ છે કે જ્યારે સાજિદ ખાન પોતાની ફિલ્મ હમશક્લને લઇને એક યુવતિની શોધ કરી રહ્યો હતો ત્યારે તે પોતે પણ પોતાના ફોટો લઇને પહોંચી હતી.
મંદાના કરીમીનો આરોપ છે કે તે પોતે પણ જુહુ ખાતેના તેમના ઓફિસ પર ફોટો લઇને પહોંચી હતી. એ દિવસે તેની સાથે તેના મેનેજર પણ હતા. સાજિદ ખાન પોતાની ઓફિસ પર એકલો હતો. તેના ફોટોને નિહાળ્યા બાદ સાજિદે કહ્યુ હતુ કે તેના ફોટા તો સારી છે. પરંતુ તે તેને કપડા વગર એક વખતે જાવા માંગે છે. સાજિદે કહ્યુ હતુ કે કોઇ પણ કપડા વગર તે તેને જાશે તો જ ફિલ્મમાં કાસ્ટ કરવા મામલે વિચારી શકશે. સાજિદની વાત સાંભળીને અમે હસી પડ્યા હતા.
તે આવી વાત ક્યારેય અગાઉ સાંભળી ચુકી ન હતી. આ સારી બાબત રહી હતી કે હજુ સુધી જે કામ કર્યુ હતુ આ પ્રકારની વાતોનો અનુભવ ન હતો. તે ત્યારબાદ તેમની ઓફિસમાંથી નિકળી ગઇ હતી અને ફિલ્મ છોડી દીધી હતી. આજે જ્યારે અક્ષય કુમારે તેમને ફિલ્મમાંથી કાઢી મુક્યા છે ત્યારે તેને સારુ લાગ્યુ છે. આવા લોકો સાથે કામ કરવાની બાબત સારી નથી. પોતાની સાથે બીજા બનાવની વાત કરતા મંદાના કરીમી કહે છે કે તે પણ પોતાની સાથે થયેલા વર્તન અંગે વાત કરવા માંગે છે. તે પણ એવા જ પરિવારમાંથી આવે છે જ્યાં આવી બાબતોના સંબંધમાં વધારે વાત કરવામાં આવતી નથી. જેથી પોતાની સાથે થયેલા શોષણની વાત અગાઉ ક્યારેય કરી ન હતી. અહીં જ તેના દ્વારા ભુલ કરી દેવામાં આવી હોવાની કબુલતા મંદાના કરે છે. તેને તેની સાથે થયેલા શોષણ અંગે તરત વાત કરવાની જરૂર હતી. તે ફિલ્મ ક્યાં કુલ હે હમમાં કામ કરી રહી હતી. ફિલ્મના નિર્દેશક ઉમેશ ઘાડગે તેની સાથે ખુબ ખરાબ વર્તન કરી રહ્યો હતો. તેની સાથે સારી બાબત એ હતી કે ફિલ્મની નિર્માત્રી એક મહિલા હતી. એટલે કે એકતા કપુર હતી. તે દરરોજ તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. આના કારણ એ છે કે તે નિર્દેશકની સાથે શારરિક સંબંધ બનાવવા માટે ઇન્કાર કરી ચુકી હતી. તેની ફિલ્મની મહિલા નિર્માત્રીએ તેની મદદ કરી હતી.
જા કે સેટ પર તેને ડાયરેક્ટર દ્વારા ખુબ હેરાન કરવામાં આવી રહી હતી. તે પરેશાનીથી બચી શકતી ન હતી. આજે તે વ્યÂક્ત ક્યાંય નથી. કારણ કે તેનુ કામ સારુ ન હતુ. તેનુ કહેવુ છે કે જા કોઇ નિર્માતા નિર્દેશક મહિલાનુ સન્માન કરતા નથી તો તે બાબત યોગ્ય નથી. એકતા કપુરની પ્રશંસા મંદાના કરીમી ચોક્કસપણે કરે છે. તેનુ કહેવુ છે કે તે તેને ખાતરી આપતી હતી કે ફરી સેટ પર તેની સાથે કોઇ ખરાબ વર્તન કરશે નહીં. તેનુ કહેવુ છે કે જ્યારે સેટ પર નિર્દેશક જ માલિક બની જાય ત્યારે સમસ્યા ખુબ મોટી થઇ જાય છે. મંદાના કરીમી દ્વારા આરોપ મુકવામાં આવ્યા બાદ સાજિદની તકલીફ સતત વધી રહી છે.
બોલિવુડમાં અનેક મોટી હસ્તીઓની સામે નવી નવી અભિનેત્રીઓ, જુદા જુદા ક્ષેત્રની મહિલાઓ આરોપ કરી ચુકી છે. આરોપો કરનારમાં તનુશ્રી દત્તા, કંગના રાણાવત, મંદાના કરીમી, અન્યોનો સમાવેશ થાય છે. તનુશ્રી દત્તાએ નાના પાટેકરની સામે ગંભીર પ્રકારના આરોપો કર્યા બાદથી બોલિવુડમાં એકપછી એક કલાકારો સામે આરોપો સપાટી પર આવી રહ્યા છે. તેમની તકલીફ પણ વધી રહી છે. સુભાષ ઘાઇ સામે પણ આરોપો કરવામાં આવ્યા છે.