સેક્સી મંદાના કરીમી બોલ્ડ ફોટાઓ મુકીને ફરી ચર્ચામાં 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : તમામ પ્રકારની કુશળતા અને બોલ્ડ સીન કર્યા હોવા છતાં અભિનેત્રી અને સેલિબ્રિટી મંદાના કરીમી બોલિવુડમાં ફ્લોપ સાબિત થઇ રહી છે. તે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસ કરી રહી હોવા છતાં તેને ફિલ્મો મળી રહી નથી. મંદાના કરીમીએ એર હોસ્ટેસ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેનુ કહેવુ છે કે તે રૂઢીવાદી મુસ્લિમ પરિવારમાં જન્મી છે. જેથી કેટલીક અડચણો તેને શરૂઆતની લાઇફથી આવી રહી છે. તેનુ કહેવુ છે કે તે પહેલા ખુબ શર્માળ અને શાંત રહેનાર યુવતિ તરીકે હતી. કેમેરા, કલર અને અન્ય ચીજોમાં તે પોતાના સમયને ગાળતી નથી.

બોલિવુડમાં એન્ટ્રી કરવાને લઇને તે વિચારતી પણ ન હતી. ભારતમાં પોતાના અનુભવની વાત કરતા મંદાના કરીમી કહે છે કે પરિવારના સભ્યોની ગેરહાજરીમાં રહેવાના કારણં તેને અનેક પ્રકારના અનુભવ થયા છે. તેનુ કહેવુ છે કે પરિવારના સભ્યો તેને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે કામ કરવાને લઇને તે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે અન્ય કોન્ટ્રાક્ટ પણ તેની પાસે આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૩માં મંદાના કરીમીએ મુંબઇ આવવા અને ફિલ્મોમાં તેમજ એક્ટિંગમાં ભાગ્ય અજમાવવાનો નિર્ણય કર્યો છે. તમામ લોકો જાણે છે કે મંદાના કરીમીની ઓળખ જ બોલિવુડમાં એક સેક્સી સ્ટાર તરીકે શરૂઆતમાં થઇ ગઇ હતી.

તેના દ્વારા જે ફિલ્મોમાં ભૂમિકા અદા કરવામાં આવી છે તેમાં રોય, ભાગ જાની ભાગ રોય, મે ઔર ચાર્લી તેમજ ક્યાં કુલ હે હમનો સમાવેશ થાય છે. તે રિયાલિટી શો બિગ બોસ સિઝન નવમાં નજરે પડી હતી. જેથી લોકપ્રિયતા તેની જોરદાર રીતે વધી ગઇ હતી. સલમાન ખાનના આ શોમાં ભાગ લીધા બાદ તેની બોલબાલા વધી હતી. તેની પાસે સારી ફિલ્મોની ઓફર પણ આવવા લાગી ગઇ હતી.

Share This Article