લખનૌ : દેશના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ અને પુરના કારણે હાલમાં હાલત કફોડી બનેલી છે. કેટલાક રાજ્યોમાં પુરની સ્થિતિમાં સુધારો પણ થયો છે. વિવિધ રાજ્યોમાં પુરની સ્થિતિમાં સુધારો થયા બાદ બચાવ અને રાહત પગલાને તીવ્ર બનાવી દેવામાં આવ્યા છે. દેશના વિવિધ ભાગોમાં પુર અને વરસાદના કારણે જનજીવન ખોરવાયેલુ છે. ઉત્તરપ્રદેશના કાનપુર, લખનૌના વિવિધ શહેરોમાં ભારે વરસાદના કારણે ખતરો તોળાઇ રહ્યો છે. હાલમાં ઉત્તરપ્રદેશના લખનૌ, અમેઠી, અયોધ્યા, બલરામપુર, બહરાઇચ અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હાલત કફોડી બનેલી છે. ચન્દ્રશેખર આઝાદ કૃષિ અને ટેકનિકલ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ આ સપ્તાહમાં જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. મનાલી અને રોહતાગ -લેહ માર્ગ પર છેલ્લા કેટલાક દિવસથી ભેખડો પડવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભેંખડો પડવાના કારણે સેનાના મનાલીથી આવી રહેલી ટ્રક સહિત કુલ ૮૦૦ વાહનો જુદા જુદા માર્ગો પર અટવાઇ પડ્યા છે. વાહનોમાંથી ફસાયેલા લોકોને રાહત આપવા માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. તાલમેળનો અભાવ પણ જાવા મળી રહ્યો છે. રાજસ્થાન, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ અને કેરળ તેમજ કર્ણાટકમાં ભારે વરસાદ થયો છે. આ તમામ જગ્યાએ ભારે નુકસાન પણ થયુ છે. આવી સ્થિતિમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ હવે થઇ રહ્યા છે. દેશમાં આ વખતે મોનસુનની સિઝનમાં ભારે ખુવારી થઇ છે. મોતનો આંકડો એક હજારથી પણ ઉપર પહોંચી ગયો છે. સેંકડો લોકો લાપતા પણ થયા છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more