ભાવનગરમાં ચોકલેટની લાલચ આપી નરાધમે 5 વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર

Rudra
By Rudra 2 Min Read

ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતાં નરાધમે 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરતાં ચકચાર મચી છે. બનાવની ગંભીરતાને લઈ વરતેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને ઝડપી પાડયો હતો.

બનાવ અંગે પોલીસ સૂત્રો તરફથી પ્રાપ્ત વિગત એવી છે કે, શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતાં અજય પરમાર નામને શખ્સે ગત મંગળવારના રોજ બપોરના સુમારે એક પાંચ વર્ષિય બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા લઈ ગયો હતો અને એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવકે માસુમ બાળાને આ બાબતે કોઈને નહી કહેવાની ધમકાવી ઘરે મોકલી દીધી હતી પરંતુ બાળકીની માતાએ બાળકીની સ્થિતિ જોયા બાદ તેની પૂછપરછ કરતાં બાળકી રડી પડી હતી અને નરાધમે તેની સાથે કરેલાં અધમ કૃત્ય અંગે માતાને જાણ કરતાં માત ચોકીં ઉઠી હતી.

બનાવને લઈ બાળકીની માતાએ આ મામલે વરતેજ પોલીસ મથકમાં ઉક્ત શખ્સ વિરૂદ્ધ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી બાળકીના મેડિકલ ટેસ્ટ તથા પૂછપરછ હાથ ધરી હતી. જયારે, આરોપીને ઝડપી લેવાં જિલ્લા પોલીસવડાએ જુદી-જુદી ટીમ બનાવી ગત મોડી રાત્રે જ આરોપીને રાઉન્ડઅપ કરી લીધો હતો. જયારે, આજે બપોરે કેની સત્તાવાર રીતે અટક કરી લીધી હતી. પોલીસ દ્વારા આવતીકાલ ગુરૂવારના રોજ રિમાન્ડની માંગણી માટે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

Share This Article