મોદીના બેનરો પર પણ મમતાના હોર્ડિગ…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોલકતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના સરહદી ઉત્તર ચોવીસ પરગણા અને ઔદ્યગિકનગર દુર્ગાપુરમાં રેલી કરવા પહોંચ્યા હતા. આગામી લોકસભા ચુંટણી માટે રાજ્યમાં પ્રચારની શરૂઆત ભાજપે કરી હતી. આ પહેલા શુક્રવારના દિવસે જ દુર્ગાપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેનર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાના હોર્ડિગ મુકાતા હોબાળો થયો છે. આને લઈને સ્થાનિક ભાજપ દ્વારા પોલીમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. ભાજપના નેતા રાહુલ સિંહાએ કહ્યું હતું કે દુર્ગાપુરમાં જ્યાં મોદીની રેલી થનાર હતી ત્યાં મોદીના બેનર ઉપર મુખ્યમંત્રી મમતા બેનર્જીના ફોટા લગાવી દેવામાં આવ્યા હતા. મમતાના હોર્ડિગ મુકી દેવાયા હતા. રાહુલ સિંહાએ કહ્યું હતું કે આ બાબત દર્શાવે છે કે બંગાળમાં લોકશાહીની કોઈ સ્થિતિ નથી. જ્યારે વિરોધ કરાય છે ત્યારે હુમલા કરાય છે.

Share This Article