હાલના સમયમાં જો કોઇ વ્યક્તિ બંગાળમાં પહોંચે તો જાઇ શકાય છે કે ચારેબાજુ ભાજપના ભગવા ધ્વજ લહેરાઇ રહ્યા છે. આ મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કે થોડા સમય પહેલા સુધી ભારતીય જનતા પાર્ટીની હાજરી પણ દેખાતી ન હતી. પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વધારે ઉત્સાહિત પણ દેખાતા ન હતા. હવે દરેક લોકસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટના ધ્વજ જાઇ શકાય છે. જે કેટલીક બાબતો તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. મોદી લહેર હોવા છતાં પ્રદેશમાં વર્ષ ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીને માત્ર બે સીટ મળી હતી. આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નેટવર્ક મજબુત કરવાની બાબત ખુબ સારી રહી છે. લોકસભા ચૂંટણીની વચ્ચે બંગાળમાં ચોક્કસપણે સત્તારૂઢ તૃણમુળ કોંગ્રેસના ધ્વજ વધારે જાવા મળે છે.
પરંતુ પ્રદેશમાં લાંબા સમય સુધી સત્તામાં રહેલા ડાબેરીઓ એ કેન્દ્રમાં વર્ષો સુધી સત્તામાં રહેનાર કોંગ્રેસ પાર્ટની સ્થિતી અહીં ખુ ખરાબ થઇ ચુકી છે. ડાબેરીઓ અને કોંગ્રેસની સ્થિતીની તુલનામાં ભારતીય જનતા પાર્ટી મજબુત દેખાઇ રહી છે. આવી સ્થિતીમાં ભાજપની સીધી ટક્કર ટીએમસી સાથે દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે બંગાળમાં લોકસભાની કુલ ૪૨ સીટ પૈકી કમ સે કમ ૨૦ સીટો પર ભારતીય જનતા પાર્ટીને જીત મળી શકે છે. ભારતીય જનતા પાર્ટી ડાબેરીઓની ખરાબ હાલત, કોંગ્રેસની કમજાર સ્થિતી વચ્ચે લાભ લેવા માટે તૈયાર છે. તેની રણનિતી પણ તૈયાર કરવામા આવી છે.
બીજી બાજુ મમતા બેનર્જી સામે છેલ્લા કેટલાક સમયથી સત્તા વિરોધી લહેર પણ જાવા મળે છે. આવી સ્થિતીમાં બંગાળમાં જંગ જારદાર રહી શકે છે. બંગાળમાં આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મજબુત સ્થિતીમાં ચોક્કસપણે છે પરંતુ તેની પાસે સ્થાનિક સ્તર પર મજબુત નેતા હજુ પણ નથી. પાર્ટીની પાસે ોઇ જમીની અને લોકપ્રિય નેતા દેખાતા નથી. ભાજપ માટે એક નિરાશાજનક બાબત એ પણ છે કે ભાજપ માટે ચૂંટણી પ્રબંધ પર નજર રાખી રહેલી ટીમ પણ અહીંના લોકસભા ક્ષેત્રો અને પાર્ટી ઉમેદવારોથી વધારે પરિચિત નથી. જો કે છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી મેદાનમાં જીત હાંસલ કરવા માટે સંઘના વરિષ્ઠ નેતા સુનિલ દેવઘરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ એજ દેવઘર છે જે ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવામા ંચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. બંગાળમાં સ્થિતી એ છે કે સત્તારૂઢ પાર્ટીના લોકો પણ માની રહ્યા છે કે ભગવા પાર્ટી રાજ્યમાં બીજા સ્થાને રહેશે. જા કે એક સ્થિતી એ પણ રહી છે કે લેફ્ટના લાંબા શાસનકાળ દરમિયાન કોંગ્રેસની પાસે પણ રાજ્યમાં નેટવર્ક રહી ચુક્યુ છે. પરંતુ લેફટની દિવાલને તોડવામાં મમતા બેનર્જી સફળ રહ્યા હતા.
હવે ભારતીય જનતા પાર્ટીએ બંગાળમાં તમામ તાકાત લગાવી દીધી છે. જાણકાર લોકો કહી રહ્યાછે કે ૧૦ સીટો પર ભાજપ અને ટીએમસી વચ્ચે સીધી ટક્કર છે. જા કે ઉત્તર અને મધ્ય બંગાળમાં ચતુષ્કોણીય જંગ થવાની શક્યતા છે. જા કે અહીં ભારતીય જનતા પાર્ટી સત્તા વિરોધી લહેરનો લાભ લેવા માટેના પ્રયાસ કરી રહી છે. દક્ષિણ બંગાળને ટીએમસીના ગઢ તરકે ગણવામાં આવે છે. અહીં ટક્કર સીધી રીતે ભાજપ અને ટીએમસી વચ્ચે છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા પૂર્ણ તાકાત લગાવી દેવામાં આવી છે. આવી સ્થિતીમાં આ વખતે મમતા બેનર્જીના ગઢમાં ચોક્કસપણે ભાજપ ગાબડા પાડશે તેમ કહી શકાય છે. હાલના સમયમાં બંગાળમાં જે ઘટનાક્રમ જાવા મળ્યા છે તે સામાન્ય લોકોમાં નારાજગી જગાવી રહ્યા છે. જેના કારણે મમતાને નુકસાન થઇ શકે છે. સીબીઆઇના અધિકારીઓ સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યુ હતુ તેના કારણે પણ નારાજગી છે. મમતા બેનર્જી સામે મોદી અને શાહે જોરદાર દબાણ લાવ્યુ છે. રાજકીય રીતે ઉપયોગી બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની રેલીમાં લોકો પહોંચી રહ્યા છે તે જાતા નવા સમીકરણના સંકેતો પણ દેખાઇ રહ્યા છે.