નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની ભાજપ વિરોધી રેલીમાં લોકોની ભીડ એકત્રિત થવાની શરૂઆત થઇ ગઇ છે. જુદા જુદા પક્ષોના નેતાઓ એક દિવસ પહેલા જ એટલે કે શુક્રવારના દિવસે જ કોલકત્તા પહોંચી ગયા હતા. આ સંયુક્ત વિપક્ષી રેલીમાં મોટા ભાગના બિન એનડીએ પક્ષો સામેલ તઇ રહ્યા છે. રેલીમાં વિપક્ષી એકતાના દર્શન ચોક્કસપણે થયા હતા. દેશભરમાં વિરોધ પક્ષોના નેતાઓ પહોંચ્યા હતા. સંયુક્ત વિપક્ષી રેલી ઐતિહાસિક બ્રિગેડ પરેડ મેદાનમાં યોજાઇ રહી છે. આ રેલીમાં સામેલ થવા માટે પહેલાથી જ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બસપના નેતા સતીશ મિશ્રા, એનસીપીના નેતા શરદ પવાર, ટીડીપીના નેતા ચન્દ્રાબાબુ નાયડુ અને ડીએમકેના નેતા સ્ટાલિન હાજર રહ્યા હતા.
જેડીએસના નેતા અને કર્ણાટકના મુખ્યપ્રધાન કુમારસ્વામી, એચડી દેવગૌડા પણ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા ખડગે પણ પહોંચી ગયા હતા. આરજેડીના નેતા તેજસ્વી યાદવ, અજિત સિંહ પણ પહોંચ્યા હતા. ભાજપના અસંતુષ્ટ નેતા યશવંતસિંહા, શત્રુગ્ન સિંહા અને અરૂણ શૌરી પણ કોલકત્તા પહોંચી ગયા હતા. ઓરિસ્સા અને તેલંગણામાં શાક પક્ષના નેતા બીજુ જનતા દળે રેલીથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધી રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા ન હતા.
તેમના તરફથી ખડગે પહોંચ્યા હતા. કોંગ્રેસ પોતે વિપક્ષી તાકાત તરીકે ઉભરી આવવા માટે ઇચ્છુક છે. રેલીનુ નેતૃત્વ કરી રહેલી મમતા બેનર્જીએ આજે રેલી પહેલા ગઇકાલે શુક્રવારના દિવસે તમામ નેતાઓની સાથે બેઠક યોજી હતી. ત્રીજા મોરચની રચના કરવાના પ્રયાસ જારી છે.