પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતાસ બેનર્જીની પ્રતિષ્ઠા હાલના દિવસોમાં ભારે ખરડાઇ ગઇ છે. ભ્રષ્ટાચારના મામલે તેમની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે. થોડાક મહિના પહેલા મમતા બેનર્જી પોલીસ રાજીવના સમર્થનમાં ધરણા પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. એક પોલીસ અધિકારીના સમર્થનમાં મમતા બેનર્જી દેખાવ સાથે આગળ આવ્યા હતા. કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારને બચાવવા માટે મમતા બેનર્જીએ ભારે હોબાળો મચાવ્યો હતો. ધરણા પ્રદર્શન કરવા માટે તેમને અન્ય નેતાઓને પણઁ બોલાવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા તેમને હેરાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જો કે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઇ દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ શિલોંગમાં રાજીવ કુમારની પુછપરછ કરવા મંજુરી આપવામાં આવી હતી. જેથી મમતા બેનર્જીને ફટકો પડ્યો હતો. આ ચકચારી કેસ બાદ તેમની મુશ્કેલી સતત વધી રહી છે. જે રીતે સીબીઆઇના અધિકારીઓને પુછપરછ કરવાથી રોકવામાં આવ્યા હતા અને તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ તેના કારણે મમતાની સામે દેશના લોકો નારાજ દેખાયા હતા. કોલક્તાના લોકો પણ નારાજ દેખાયા હતા.
આ મુદ્દાને ભારતીય જનતા પાર્ટી હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સતત જોરદાર કાર્યક્રમ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં મમતાની હાલત કફોડી બની રહી છે. હજુ લોકસભા ચૂંટણી પહેલા કેટલાક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવનાર છે.