પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી હાલમાં ચરમસીમા પર પહોંચી ગઇ છે. બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાલમાં જેટલુ રાજકીય નાટક કરી રહ્યા છે તેનાથી ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થનાર છે. રાજકીય પંડિતો પણ આ બાબતને માનવા લાગ્યા છે કે મમતા બેનર્જીની માયા હવે બંગાળમાં ખતમ થઇ રહી છે અને ભાજપની વધતી જતી તાકાતના કારણે મમતા બેનર્જીના હાથપગ હવે ફુલી રહ્યા છે. જેના કારણે દુવિધા અને ચિંતામાં એકપછી એક ભુલો કરી રહ્યા છે. નવેસરના મામલા સીબીઆઇને લઇને પણ તેમની ભુલો હવે જાહેર થઇ ગઇ છે. તેમનુ નાટક પણ લોકોની સામે આવ્યુ છે. ૪૦૦૦ કરોડ રૂપિયાના શારદા ચિટ ફંડ કોંભાડની તપાસ કરવા માટે સીબીઆઇના અધિકારીઓ બંગાળમાં પહોચ્યા હતા.
જો કે મમતા બેનર્જીએ પોતાના જુના અને જાણીતા અંદાજમાં સીબીઆઇના અધિકારીઓને પાવરનો ઉપયોગ કરીને પકડી લીધા હતા. તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યુ હતુ. પોલીસે અધિકારીઓને કસ્ટડીમાં લીધા હતા. જા કે આખરે ઉતાવળમાં સીબીઆઇના અધિકારીઓને મમતાને છોડવાની ફરજ પડી હતી. આ રાજકીય હાર થયા બાદ આના કારણે ઇજ્જત બચાવવા માટે મમતાએ ધરણા કરવાની જાહેરાત કરી હતી. મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા હતા અને ઉતાવળમાં એવી જાહેરાત પણ કરી બેઠા હતા કે આઠમી ફેબ્રુઆરી સુધી ધરણા જારી રહેશે.
જો કે તેમના નાટકોના દોર વચ્ચે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચી ગયા બાદ સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ કે પોલીસ કમીશનર રાજીવ કુમારને પુછપરછ માટે સીબીઆઇની સમક્ષ હાજર થવુ પડશે. મમતા બેનર્જી તેમને બચાવવા માટે ધરણા કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના આ આદેશથી તેમને વધુ એક મોટો ફટકો પડી ગયો હતો. મજબુરીમાં મમતા બેનર્ને પોતાના બંધુઓ પૈકી એક એવા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચન્દ્રબાબુ નાયડુને બોલાવવા પડ્યા અને નાટકીય રીતે નાયડુ આવતાની સાથે જ ધરણાને ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી. મમતાએ આઠમી ફેબ્રુઆરી સુધી ચાલનાર તેમના ધરણાને ખતમ કરી દેતા લોકોને આશ્ચર્ય થયુ હતુ. તમામને એમ લાગ્યુ હતુ જાણે મમતા નાયડુના દર્શન માટે બેઠા હતા. ધરણા સમાપ્તિની જાહેરાત એમ કહીને કરવામાં આવ્યુહતુ કે જે ઉદેશ્ય સાથે ધરણા કરવામાં આવ્યા હતા તેના ઉદ્ધેશ્ય પૂર્ણ થઇ ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમ આ બાબતનો પણ સંકેત છે કે ચાર કલાક માટે મમતા શા માટે ધરણા પર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટ દિવસની કામગીરી બંધ કરે તેની રાહ શા માટે જાઇ રહ્યા હતા. સિંગુરમાં ૨૬ દિવસ સુધી અનસન કર્યા બાદ તેમની લોકપ્રિયતા અગાઉ વધી હતી. જેના કારણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને ૧૮૪ સીટો મળી હતી. જેના કારણે સીપીએમની ૩૪ વર્ષથી ચાલતી સત્તાનો અંત આવ્યો હતો.
જો કે વર્તમાનની વાત કરવામાં આવે તો કહી શકાય છે કે બંગાળમાં ભાજપને રોકવા માટે મમતા બેનર્જી દ્વારા તમામ પ્રયાસો અને હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં તેઓ ફ્લોપ સાબિત થઇ રહ્યા છે. તેમના ભાજપને રોકવા માટેના એક પછી એક તમામ હથિયારો નષ્ટ થઇ રહ્યા છે. જેથી સીબીઆઇના બહાનાથી મમતાએ ફરી લોકપ્રિય થવાના પ્રયાસ કર્યા હતા. જા કે આ વખતે તેમના પાસા ઉંધા પડી ગયા છે. સીબીઆઇના મામલે ધરણા કર્યા પરંતુ સફળતા હાથ ન લાગી. આખરે ધરણા બંધ કરવા પડ્યા. તમામ લોકો જાણે છે કે શારદા મામલામાં મમતાને રાજીવ કુમારે જ ક્લીન ચીટ આપી છે. કારણ કે જ્યારે માંઝી પોતે ડુબે ત્યારે તેને કોણ બચાવે તેવી સ્થિતી છે. જેના કારણે જ્યારે સીબીઆઇની ટીમ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે રાજીવ કુમારના આવાસ પર પહોંચી ત્યારે મમતાના હાથ પગ ફુલી ગયા હતા. જેમ તેમ કરીને મમતા સીબીઆઇની ટીમને રોકી તો શક્યા પરંતુ હવે અસલી કસોટી છે. હવે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા સ્પષ્ટ સૂચના આપી છે. કોર્ટે રાજીવને બંગાળની બહાર શિલોંગમાં સીબીઆઈ સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કર્યો છે. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી,કોલકાતાના પોલીસ કમિશનરને સીબીઆઈની માનહાનિ અરજી પર નોટિસ ફટકારી છે. મામલાની સુનાવણી ૨૦મી ફેબ્રુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં દલીલબાજી દરમિયાન સીબીઆઈ તરફથી ઉપસ્થિત થયેલા એટર્ની જનરલ કેકે વેણુગોપાલે એસઆઈટી દ્વારા પુરાવા સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.