નવી દિલ્હી : સીબીઆઇના વર્તન અને તેની કાર્યવાહી સામેના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ ધરણા પ્રદર્શન જારી રાખવામાં આવ્યા હતા. બીજી બાજ કેટલાક વિપક્ષી નેતાઓ મમતાની સાથે આવી રહ્યા છે. બીજી બાજુ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી છે. જારદાર ખેંચતાણના કારણે બંગાળમાં રાજકીય ગરમી વધી ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે સતત ત્રીજા દિવસે પણ ધરણા પ્રદર્શન ઉપર રહ્યા હતા. મમતા બેનર્જીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, તેમની સરકારને ઉથલાવી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ધરણા ઉપર બેસવાની જાહેરાત કર્યા બાદ મમતા બેનર્જીએ કહ્યું છે કે, બંધારણ બચાવો માટે ધરણા થઇ રહ્યા છે. કોલકાતાના મેટ્રો ચેનલની પાસે આ ધરણા યોજવામાં આવી રહ્યા છે. મમતાને ધરણા યોજવા બદલ અનેક વિપક્ષના નેતાઓ ટેકો આપી ચુક્યા છે જેમાં રાહુલ, ઓમર, અખિલેશ, તેજસ્વી, ચંદ્રાબાબુ, માયાવતી, શરદ પવાર અને કેજરીવાલનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ બેનર્જીને ફોન કરીને સમર્થન કરી ચુક્યા છે.સીબીઆઈ તપાસની સામે ધરણા ઉપર બેઠેલા મમતા બેનર્જીને લઇને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે પણ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે ચીટ ફંડ કૌભાંડમાં મમતા ભાગીદાર છે. આજ કારણસર તેઓ પોતાના રાજને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. જાવડેકરે કહ્યું છે કે બંગાળમાં બંધારણની હત્યા થઇ રહી છે. મોદી સરકારને તાનાશાહ કહેનાર મમતા પોતે તાનાશાહી ઉપર ઉતરી આવ્યા છે.
મમતાને સમર્થન આપી રહેલા વિપક્ષી દળોને ભ્રષ્ટાચારીના સાથી તરીકે ગણાવીને જાવડેકરે કહ્યું હતું કે, આજે ઘણા બધા વિપક્ષી દળો મમતાના સમર્થનમાં એકત્રિત થયા છે. આ મહાગઠબંધન ભ્રષ્ટાચારનું બંધન છે જે ક્ષેત્રના આધાર પર વિભાજિત છે અને ભ્રષ્ટાચારના આધાર પર જાડાયેલા છે. સંસદમાં પણ આજે જારદાર હોબાળો આ વિષય પર થયો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીમાં કોલકાતામાં કેન્દ્ર સરકારની સામે ધરણા પ્રદર્શન જારી છે. બીજી બાજુ મમતા બેનર્જી સરકારના વલણની સામે ભાજપ પણ આક્રમક મૂડમાં છે. કેન્દ્રીય મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે મમતા બેનર્જી એવા અધિકારીને બચાવવા પ્રયાસ કરી રહી છે જે ઘણી બધી બાબતો જાણે છે. ગઠબંધન ઉપર પ્રહાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ધરણા મારફતે મમતા પોતાને નેતા તરીકે પ્રોજેક્ટ કરવાના પ્રયાસ કરી રહી છે. રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીના ૨૦૧૪માં કરવામાં આવેલા ટ્વિટને વાંચીને સંભળાવ્યું હતું. ભાજપ નેતાએ કહ્યું હતું કે, ૮મી મે ૨૦૧૪ના દિવસે કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીનું ટ્વિટ કર્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ચીટ ફંડ કૌભાંડમાં ૨૦ લાખ લોકોના પૈસા ડુબી ગયા છે. આ વખોડવા લાયક બાબત છે.
અમારી સરકાર ૨૬મી મે ૨૦૧૪ના દિવસે સત્તામાં આવી હતી અને નારદા, શારદા અને રોઝવેલી મામલામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આવી Âસ્થતિમાં વિપક્ષી પક્ષોના વલણ સામે પણ પ્રશ્નો થાય છે. આ લોકો ભાજપ, અમિત શાહ અને મોદી સામે આડેધડ નિવેદન કરતા રહે છે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે, મમતાએ ૨૬મી એપ્રિલ ૨૦૧૩ના દિવસે પોંજી સ્કીમમાં તપાસ કરવા એસઆઈટીની રચના કરી હતી. તેના અધ્યક્ષ રાજીવકુમાર હતા જે કોલકાતાના પોલીસ કમિશનર છે.