છેલ્લી લોકસભા ચૂંટણીમાં જ્યારે મોદી લહેર હતી ત્યારે ભાજપ અને એનડીએના ઘટક પક્ષોએ લોકસભામાં પ્રચંડ બહુમતિ હાંસલ કરી હતી. એ વખતે પણ ભાજપે પશ્ચિમ બંગાળમાં ૪૨ લોકસભા સીટ પૈકી માત્ર બે સીટો જીતી હતી. આ વર્ષ ૨૦૦૯ના આંકડા કરતા માત્ર એક સીટ વધારે હતી. એ વખતે ભાજપે દાર્જિલિંગમાં જીત હાંસલ કરી હતી. પરંતુ ભાજપની અસલી સફળતા સીટો નહીં બલ્કે વોટ શેયર છે. વર્ષ ૨૦૦૯માં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારી જ્યાં ૬.૧ ટકા હતી જ્યારે ૨૦૧૪માં આ મત હિસ્સેદારી વધીને ૧૬.૮ ટકા થઇ ગઇ હતી. હવે પાંચ વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટી બંગાળને એવા રાજ્યોમાં ગણી રહી છે જ્યાં તેને વધારે ફાયદો થનાર છે. ઉત્તર બંગાળના અલીપુરદુઆરમાં શુક્રવારના દિવસે એક રેલીને સંબોધતા અધ્યક્ષ અમિત શાહે કહ્યુ હતુ કે તેમની પાર્ટી બંગાળની ૪૨ સીટો પૈકી ૨૩ સીટો પર જીત મેળવી લેશે. બીજી બાજુ દેશભરમાં ભાજપ વિરોધી ચહેરા તરીકે રહેલી મમતાની પાર્ટી ટીએમસી દ્વારા પણ તમામ ૪૨ સીટો જીતવા માટે દાવો કર્યો છે.
આમાં કોઇ શંકા નથી કે ભારતીય જનતા પાર્ટી હવે બંગાળમાં એક વધતી જતી તાકાત છે. વર્ષ ૨૦૧૬ વિધાનસભા ચૂંટણીમાં તેની મત હિસ્સેદારી ૧૦.૩ ટકા હતી. જે કોંગ્રેસના ૧૨.૪ ટકાની આસપાસ છે. વિધાનસભા સીટોની દ્રષ્ટિએ પાર્ટીએ ૨૯૪ સીટો પૈકી માત્ર ત્રણ સીટો પર જીત મેળવી શકી હતી. જો કે ૨૦૧૧ની તુલનામાં તેના માટે Âસ્થતી ખુબ સારી હતી. જે પાર્ટી કોઇ રાજ્યમાં ઘુસવા માટેના પ્રયાસમાં હોય તેવી પાર્ટી માટે આ સફળતા સારી કહી શકાય છે. વર્ષ ૨૦૧૧માં ભારતીય જનતા પાર્ટીનુ ખાતુ ખોલાયુ ન હતુ. સાથે સાથે મ હિસ્સેદારી પણ ચાર ટકા રહી હતી. પ્રદેશમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે તેના કારણે સૌથી વધારે નુકસાન ડાબેરીઓને થયુ છે. કોઇ સમય બંગાળમાં ડાબેરી ત્રણ દશક સુધી શાસનમાં રહ્યા હતા. વર્ષ ૨૦૧૪ લોકસભા ચૂંટણી અને વર્ષ ૨૦૧૬ લોસભા ચૂંટણીમાં સીપીએમ મત હિસ્સેદારી ૧૦ ટકા અથવા તો વધારે ઘટી ગઇ હતી. ત્યારબાદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના દેખાવમાં વધારે સુધારો થયો હતો. નિગમ ચૂંટણીમાં દુર્ગાપુર અને નાદિયા જેવા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી બીજા સ્થાને રહી હતી. વર્ષ ૨૦૧૮માં ભારતીય જનતા પાર્ટી ટીએમસીની ખાસ હરિફ પાર્ટી બની ગઇ હતી. બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીના સંયુક્ત દેખાવ કરતા પણ ભાજપનો દેખાવ હવે સારો રહ્યો છે. ચૂંટણી દર ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તેના દેખાવને સુધારી રહી છે. કોંગ્રેસ અને ડાબેરીને પછાડી રહી છે. જો કે તેની સામે અસલી કસૌટી ટીએમસી છે. ટીએમસીએ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આશરે ૪૦ ટકા મત પર કબજા જમાવ્યો હતો. બે વર્ષ બાદ વર્ષ ૨૦૧૬માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેની મત હિસ્સેદારી ૪૫.૩ ટકા થઇ હતી. બંને ચૂંટણીમાં ટીએમસીએ તેની મત હિસ્સેદારીને વધારી હતી. સાથે સાથે બંગાળમાં પ્રભુત્વ જમાવ્યુ હતુ.
હાલમાં બંગાળની ૪૨ લોકસભા સીટ પૈકી ટીએમસીની પાસે ૩૪ સીટો છે. આવી જ રીતે વિધાનસભાની ૨૯૪ સીટો છે જે પૈકી તેની પાસે ૨૧૧ સીટો છે. ભારતીય જનતા પાર્ટી હવે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના કારણે બંગાળમાં મજબુતી સાથે આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૪ બાદ બંગાળમાં કમ સે કમ ૧૦ જગ્યાએ કોમી હિંસા થઇ ચુકી છે. કેટલાક વિસ્તારમાં મમતાની સામે લોકોમાં નારાજગી વધી રહી છે. ુચ બિહાર, ઉલુબેરિયા લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જોરદાર ફાયદો થયો હતો. ભારતીય જનતા પાર્ટી જે સીટો પર જારદાર દેખાવની અપેક્ષા રાખી રહી છે તેમાં કુચ બિહાર, રાયગંજ, બાલુરઘાટ, માલદા, કૃષ્ણાનગર, રાનાઘાટ, પુરુલિયા, આસનસોલ, હાવડા, બૈરપુર અને બોનગાવનો સમાવેશ થાય છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ તેની સ્થિતી મજબુત કરવા તમામ તાકાત લગાવી રહી છે. ટીએમસીના સ્તરની સંગઠન ક્ષમતા હાંસલ કરવા માટે દિન રાત એક કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને ડાબેરીઓના મત બેંકને ખતમ કરવામાં સફળતા હાંસલ કરી છે. જા કે ટીએમસીના મત હિસ્સામાં હજુ સુધી ગાડબા પાડ્યા નથી.