મમતા-અખિલેશ યાદવની વચ્ચે લાંબી વાતચીત થઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કોલકાતા : લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક બાજુ એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવી ચુક્યા છે. જેમાં મોટા ભાગે એનડીએ સરકારની વાપસીના સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવા કર્યો છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને ૫૦થી પણ વધારે સીટો મળશે. વિપક્ષી દળોની સાથે ગઠબંધન બેસાડવાના પ્રયાસ કરી રહેલા મમતા બેનર્જીએ કહ્યું છે કે, તેમની અખિલેશ યાદવ સાથે વાતચીત થઈ ચુકી છે.  અખિલેશ યાદવે ખાતરી આપી છે કે, તેમની ૫૦થી વધારે સીટો આવી શકે છે.

મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. મોટા ભાગના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશના મહાગઠબંધનના પ્રયોગને નિષ્ફળતા મળી રહી છે. ૬ એક્ઝિટ પોલમાં સરેરાશ બેઠકની વાત કરવામાં આવે તો એનડીએને બાવન સીટો મળી શકે છે.

Share This Article