પ્રેમી કપલે સાથે જીવવા મરવાના સોગંધ ખાધા, પરિવારજનો લગ્નની વિરુદ્ધમાં
રાંચી : વિવાહની અજીબોગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે. પ્રેમ ગમે તેની સાથે થઈ શકે છે. પરંતુ ઝારખંડની રાજધાની રાંચીથી ૧૬૫ કિમી દૂર આવેલા પલામૂ જિલ્લામાં એક પ્રેમી કપલે રેલવે સ્ટેશન પર જ લગ્ન કરી લીધા. નવાઈની વાત એ છે કે અહીં લગ્ન કરનાર કપલ એ ભાઈ બહેન છે અને સેંથો પૂરતા જ બંને એકબીજા સાથે રહેવાની જીદ પણ કરવા લાગ્યા હતા. વાત જાણે એમ છે કે શુક્રવારે પલામૂ જિલ્લા મુખ્યાલય મેદિનીનગરના ડાલ્ટનગંજ રેલવે સ્ટેશન પર મામાના છોકરાએ તેની ફોઈની છોકરી એટલે કે તેની પિતરાઈ બહેનના સેંથામાં સિંદૂર પૂરી દીધો. ત્યારબાદ કોહરામ મચી ગયો. પ્રેમી કપલે સાથે જીવવા મરવાના સોગંધ ખાધા. ત્યારબાદ પરિજનોના હાલ હવાલ થઈ ગયા. મળતી માહિતી મુજબ પોલીસ બંનેને સુરક્ષા હેતુસર પોલીસમથક લઈને ગઈ. શહર પોલીસ પ્રભારી અભયકુમાર સિન્હાએ કહ્યું કે બંનેના પરિજનોની સાથે વાતચીત કરીને મામલો ઉકેલવામાં આવી રહ્યો છે. જ્યારે પરિજનોનું કહેવું છે કે બંનેએ અમને ક્યાંયના છોડ્યા નથી. બધું માનસન્માન મિનિટોમાં ધૂળધાણી કરી દીધુ. અત્રે જણાવવાનું કે બંને વચ્ચે અનેક મહિનાઓથી ફોન પર વાતચીત ચાલુ હતી. બંને પ્રેમમાં પડ્યા હતા. પરિજનોએ પણ ભાઈ બહેનનો સંબંધ હોવાથી બહુ વિચાર્યું નહીં. છોકરી શુક્રવારે છત્તીસગઢથી મેદિનીનગર પહોંચી હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન પર બંનેની મુલાકાત થઈ. બંનેએ મળતા જ લગ્ન કરવાનું મન બનાવી લીધુ હતું અને છોકરાએ છોકરીના સેંથામાં સિંદૂર પૂરી દીધુ. છોકરો પલામૂ જિલ્લાનો છે અને છોકરી છત્તીસગઢની રહીશ છે. બંને સંબંધમાં ભાઈ બહેન થાય છે. છોકરીની ઉંમર લગભગ ૧૭ વર્ષ છે અને છોકરો ૨૦ વર્ષનો છે. બંનેના પરિજનો આ લગ્નની વિરુદ્ધમાં છે. જ્યારે છોકરો છોકરીને પોતાની સાથે લઈને જવા પર જિદ્દે અડ્યો હતો.
ડ્રાઈવરોએ ગુજરાત સરકારને MoRTHની માર્ગદર્શિકા અનુસાર બાઈક ટેક્સીઓને કાયદેસર કરવા અપીલ કરી
અમદાવાદ : અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને એક હાર્દિક અપીલ કરી, જેમાં તેઓ જે પડકારોનો સામનો...
Read more