કૃષ્ણાના બિમાર દિકરાને મળવા ન ગયા મામા ગોવિંદા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફેમસ કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચે અણબનાવની વાત ફરી એક વાર સામે આવી છે. થોડા સમય પહેલા કૃષ્ણાએ પોતાના જુડવા બાળકોનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમાં  મામા ગોવિંદા અને મામી સુનિતાએ હાજરી નહોતી આપી. તેના જવાબમાં મામી સુનિતાએ કહ્યુ કે તેમનો પરિવાર લંડનની ટ્રીપ પર ગયો હતો. જેના લીધે તે બર્થ ડે પાર્ટીમાં જઇ શક્યા નહી. કૃષ્ણાએ આ બહાના ઉપર કહ્યુ કે તેમણે જાણી જોઇને જ એવા દિવસોમાં પ્લાન બનાવ્યો જેથી તે પાર્ટીમાં ના આવી શકે.

કૃષ્ણા અને ગોવિંદા વચ્ચે આ અણબનાવ પત્ની કાશ્મીરાની એક પોસ્ટ ઉપરથી થયો હતો. કાશ્મીરાએ આ પોસ્ટ કૃષ્ણાની બહેન માટે કરી હતી છતાં ગોવિંદા અને સુનીતાએ પોતાના ઉપર લઇ લીધુ હતુ. સુનિતાએ તો તેમ પણ કહ્યુ હતુ કે ગોવિંદાના નામનો ઉપયોગ કરીને કૃષ્ણાએ આ પોપ્યુલારિટી મેળવી છે.

આ કોમેન્ટના બદલામાં કૃષ્ણાએ કહ્યુ હતુ કે, જો હુ ફક્ત તેમના નામને લીધે આગળ આવ્યો છુ તો તેમના બીજા ભાણીયા ક્યાં છે તેમને ક્યાં કોઇ ઓળખે છે. હું જે પણ છુ તે મારા ટેલેન્ટને લીધે છું. કૃષ્ણાએ તેમ પણ કહ્યુ હતુ કે તેનો દિકરો રિયાન થોડા દિવસ પહેલા જીવન મરણ વચ્ચે ઝુલી રહ્યો હતો ત્યારે મામા ગોવિંદા તેને જોવા માટે પણ નહોતા આવ્યા.

Share This Article