મલ્લિકાનો પાગલ ફેન જેના લીધે ફસાઇ ગઇ મુશ્કેલીમા..!!

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલિવુડની એક સમયની કિસિંગ ક્વીન કહેવાતી મલ્લિકા શેરાવત તેના એક પાગલ ફેનના લીધે મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. તેણે કંઇક એવુ કર્યુ કે મલ્લિકાનો જીવ પણ જતો રહેત.

મલ્લિકાએ મિડીયાને જણાવ્યું હતુ કે તેના જીવનમાં તેણે ઘણા પ્રસંશક જોયા છે. તેની પ્રસંશા કરતા અને તેની સાથે ફોટો પડાવવા માટે ઘણા લોકો અજીબ હરકત કરતા હોય છે. પરંતુ એક એવો પ્રસંશક તેના જીવનમાં આવ્યો હતો કે, તે હંમેશા તેનો પીછો જ કર્યા કરતો હતો. તે જ્યાં પણ જાય ત્યાં તેની પાછળ પાછળ જ જતો હતો. તેના આ ફેનને તે ટૂંકા કપડા પહેરે તે જરાય પસંદ ન હતુ અને તેના ચરિત્ર પર તેને શંકા હતી.

મલ્લિકાએ તેમ પણ કહ્યુ હતુ કે, તેના આવા કપડા પહેરવાથી અને કિસિંગ સીન આપવાથી સમાજની મહિલાઓને તે બગાડી રહી છે તેવુ તે ફેનનું કહેવુ હતુ. તે ફેન હરિયાણાનો હતો અને તેને એવુ હતુ કે, મલ્લિકા સાડી પહેરે અને માથે ઓઢીને ઘરની બહાર નીકળે.

TAGGED:
Share This Article