ભુવનેશ્વર : ઓરિસ્સાના મલકાનગિરીમાં નક્સલવાદીઓ સામે ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. કારણ કે નક્સલવાદીગ્રસ્ત મલકાનગિરી જિલ્લામાં એક અથડામણ થઇ છે. જેમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે. ઠાર કરવામાં આવેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એમ કહેવામાં આવી રહ્યુ છે કે સોમવારે સવારે રાજ્યના મલકાનગિરી જિલ્લાના કલિમેદા વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં જારદાર જવાબ સુરક્ષા દળોએ આપ્યો હતો. ઘટનાસ્થળે બાતમીના આધારે પહોંચી ગયા બાદ છુપાયેલા નક્સલવાદીઓએ સરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.
જવાબી કાર્યવાહી કરવામાં આવતા પાંચ નક્સલવાદીઓ ઠાર થઇ ગયા હતા. ગયા સપ્તાહમાં જ છત્તિસગઢના દાંતેવાડામાં નક્સલવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે જવાબ શહીદ થયા હતા. ૩૦મી ઓક્ટોબરના દિવસે રાજ્યના દાંતેવાડાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં એક પત્રકારનું મોત થયું હતુ. આ ઉપરાંત બે પોલીસ જવાનો પણ શહીદ થયા છે. થોડાક દિવસ પહેલા જ રાજ્યના બીજાપુરમાં પણ નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં ચાર જવાન શહીદ થયા હતા. રાજ્યમાં વિધાનસભાની ૯૦ સીટો ઉપર બેતબક્કામાં મતદાન યોજાનાર છે.
પ્રથમ તબક્કામાં ૧૮ સીટો ઉપર ૧૨મી નવેમ્બરના દિવસે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૭૮ સીટો ઉપર ૨૦મી નવેમ્બરના દિવસે મતદાન થશે. આ હુમલો દૂરદર્શનની ટીમ ઉપર કરવામાં આવ્યો હતો જેમાં દૂરદર્શનના કેમેરામેન શાહીનું મોત થયું હતું. ચૂંટણી કવરેજ માટે દુરદર્શનનીટીમ જઈ રહી હતી ત્યારે નક્સલવાદીઓએ છુપો હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ કર્મીઓ પણ શહીદ થયા હતા. અન્ય બે પોલીસ કર્મીઓ ગંભીરરીતે ઘાયલ થયા હતા.‘