ફિલ્મ દબંગ-૩માં મલાઇકા આઇટમ સોંગ કરશે જ નહીં

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

મુંબઇ : સલમાન ખાનની દબંગ ફિલ્મમાં ધુમ મચાવી ચુકેલી સેક્સી સ્ટાર મલાઇકા અરોરા ખાન હવે નવી દબંગ-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી નથી. પ્રાપ્ત અહેવાલ મુજબ તે નવી ફિલ્મમાં આઇટમ સોંગ કરશે નહીં. ફિલ્મમાં બીજી અભિનેત્રીની એન્ટ્રી થઇ ગઇ છે. દબંગ ફિલ્મમાં કામ કર્યા બાદ સિક્વલ ફિલ્મમાં પણ તે નજરે પડી હતી. હવે દબંગ-૩ ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. જેમાં આઇટમ સોંગ માટે મલાઇકાને લેવામાં આવી નથી. પહેલા મલાઇકાની જ વાત કરવામા આવી હતી. જા કે હવે કહેવામાં આવ્યુ છે કે તે ફિલ્મમાં કામ કરનાર નથી. ફિલ્મ નિર્માતા અરબાજ ખાન સાથે તેના સંબંધ તુટી ગયા બાદ હવે તેને પડતી મુકવામાં આવી છે.

ફિલ્મનુ શુટિંગ વહેલી તકે હાથ ધરવામાં આવનાર છે. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દબંગ-૩ ફિલ્મમાં અન્યને લેવામા આવી છે. ફિલ્મનુ નિર્દેશન ડાન્સ આઇકન પ્રભુ દેવા દ્વારા કરવામાં આવનાર છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો દબંગ-૨ ફિલ્મમાં સિક્વલમાં ફેવિકોલ આઇટમ સોંગ પર કરીના કપુરે જોરદાર ડાન્સ કરીને તમામને ચોંકાવી દીધા હતા. ફિલ્મના ત્રીજા ભાગમાં આઇટમ સોંગ તરીકે કરીના કપુરની પસંદગી કરવામાં આવી રહી છે. કરીના કપુર પણ આ રોલને લઇને ખુબ આશાવાદી છે. સાથે સાથે સલમાન ખાનની ફિલ્મ હોવાના કારણે કરીના પહેલાથી જ તૈયાર થઇ હતી.

મલાઇકા આરોરાને બહાર કરી દેવાની બાબત કોઇ હેરાન કરનાર સમાચાર નથી. કારણ કે અરબાજ અને મલાઇકા અરોરા હવે અલગ થઇ ચુક્યા છે. ત્યારબાદથી સલમાન ખાન અને અર્જુન કપુર વચ્ચેના સંબંધ પણ ખરાબ થઇ ગયા છે. એવા સમાચાર પણ મળ્યા છે કે સલમાન ખાને અર્જુન કપુરની પોતાના ઘરે એન્ટ્રી પર પ્રતિબંધ મુકી દીધો છે.

Share This Article