સેક્સી મલાઇકા દબંગ-૩ ફિલ્મમાં ભૂમિકા નહીં કરે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ: મુન્ની બદનામ હુઇ જેવા આઇટમ સોંગ કરીને તમામ ચાહકોને રોમાંચિત કરી દેનાર સેક્સી મલાઇકા અરોડા ખાન પોતાના બોલ્ડ અને સેક્સી ફોટોના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. હવે મલાઇકાએ ફરી હોટ ફોટા મુક્યા છે. સોશિયલ મિડિયા પર તેના ફોટોની ભારે ચર્ચા છે. તેનુ કહેવુ છે કે તે  દબંગ-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી નથી. અરબાજ સાથે સંબંધ  તુટી ગયા બાદ સલમાન અભિનિત દબંગ-૩ ફિલ્મ માટે તેને આઇટમ સોંગની ઓફર કરવામાં આવી નથી. તે  હાલમાં કોઇ મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરી રહી નથી. જે તેના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે.

મલાઇકાએ  પોતે કહ્યુ છે કે તે હાલમાં માત્ર આઇટમ સોંગ અને કેમિયો સુધીજ તેની ભૂમિકાને મર્યાિદત રાખી રહી છે. અભિનેત્રી અને મોડલ મલાઇકા અરોડા ખાને કહ્યુ છે કે તે મોટી સ્ક્રીન પર હાલ નજર પડનાર નથી. સાથે સાથે તેની ભૂમિકા હવે મર્યાિદત થઇ ગઇ છે. ૧૫વર્ષીય પુત્ર અરહાનની માતા મલાઇકા હજુ  પણ જારદાર ફિટનેસ અને ખુબસુરતી ધરાવે છે. તેનુ કહેવુ છે કે સંપૂર્ણ ફિલ્મમાં તેને રોલ કરવાની તક મળે તેમ તે માનતી નથી. પરિવાર પ્રત્યેની જવાબદારીના કારણે તે મોટી સ્ક્રીનથી દુર રહી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા મલાઇકા અરોરા ખાને કહ્યુ હતુ કે આ બાબત બિલકુલ નથી. તે મોટા પરદા પર મેઇન અભિનેત્રી તરીકે કામ કરવાનુ ક્યારેય વિચારી રહી નથી. પહેલા પણ તે મુખ્ય અભિનેત્રી તરીકે સ્થાપિત થવા ઇચ્છુક ન હતી.

તેનુ કહેવુ છે કે તે શરૂઆતથી જ બોલિવુડની ફિલ્મોમાં આઇટમ સોંગ કરવા અમે કેમિયો કરવા માટે જ જાણીતી રહી છે. તમામ લોકો જાણે છે કે ટેલિવીઝન પર તે વધારે લોકપ્રિય થઇ ચુકી છે.

Share This Article