ઘણાં લોકો એવી ફરિયાદ કરતાં હોય છે કે જ્યારે ધ્યાન કરવા બેસીએ કે માળા કે જાપ કરતાં હોઈએ ત્યારે મન અલગ અલગ વસ્તુમાં ભટક્યા કરે છે. પ્રભુ ભક્તિમાં કોન્સન્ટ્રેશન નથી રહેતું. ઘરનાં બાકી રહી ગયેલા કામ યાદ આવે છે. જ્યારે પણ માળા કરવા બેસીએ છીએ ત્યારે માળા તો ફરે છે અને રટન પણ થાય છે પરંતુ ભગવાનની ભક્તિમાં ધ્યાન રહેતું નથી. વગેરે … વગેરે…
ભગવાન ક્યારેય એવુ કહેતા નથી કે તમે સંસારનાં અન્ય કામ છોડીને એક જગ્યાએ સ્થિર બેસીને બસ મારું નામ જપ્યા કરો. દરેક ધાર્મિક કાર્ય પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યારે તમે જાપ કરો કે ટેપ વગાડીને પણ સાંભળી શકો છો. તેની સાથે તમે અન્ય કામ પણ કરી શકો છો. જ્યારે આપણ મંત્ર કે જાપ કરીએ છીએ ત્યારે તે શબ્દોમાંથી નીકળતી ઊર્જા આપણી આસપાસનાં વિસ્તારને પોઝિટિવ એનર્જીથી ભરી દે છે. જો તમે માળા કરવા બેઠા હોવ અને તમારું મન બીજા કામમાં જતુ રહે તો પણ નુક્સાન નથી કેમકે તમારા મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દો પણ તમારી આસપાસનાં વાતાવરણને શુધ્ધ કરે છે. જો કોઈ વ્યક્તિ પર્ટીક્યૂલક સ્થિતિમાં બેસીને જાપ ન કરી શકે તો પણ તે પથારીમાં સૂતા સૂતા પણ કરી શકો છો. સાચા મનથી ભક્તિ કરવા માટે કોઈ દિશા કે દશાની જરૂર નથી હોતી. હા, તેનાથી ફરક અવશ્ય પડે છે પણ ન થઈ શકે તેમ હોય તો કોઈ પણ રીતે ભક્તિ કરી શકો છો.
માળા કે જાપમાં કોન્સનટ્રેશન રાખવા માટે સમગ્ર દુનિયાને ભૂલીને માત્ર પ્રભુને યાદ કરો. તેમનાં છેલ્લે કરેલા દર્શનને યાદ કરો. તેમની તસ્વીર કે મૂર્તિને યાદ કરીને ધ્યાન આપીને તેમનું નામ લેતા જાવ.
આ નવરાત્રીમાં માત્ર નામ લેવાથી પણ એક એનર્જી પ્રદાન થાય છે. તો તમે પણ કોન્સન્ટ્રેશનનાં ટેન્શન વગર મંત્ર જાપની શરૂઆત કરી જુઓ.