બિઝનેસ અને અન્ય કોઇ પણ ક્ષેત્રમાં પુરતી સફળતા હાંસલ કરવા માટે આપની સાથે રહેલી ટીમ પણ સફળ રહે તે જરૂરી છે. ટીમને ચેમ્પિયન બનાવીને જ સફળતા હાંસલ કરી શકાય છે. જો તમે એક સફળ લીડર બનવા માટે ઇચ્છુક છો તો પોતાની ટીમને લઇને એમ્પેથી રાખવાની જરૂર છે. એટલે કે તેમની પરિસ્થિતીને પણ સમજી લેવાની જરૂર હોય છે. જા તમે આવુ કરશો તો દરેક સ્થિતીમાં આપની ટીમ આપને સાથ આપશે. આપના પ્રત્યે વફાદાર પણ રહેશે. સાથે સાથે તે ચેમ્પિયન ટીમ પણ બનશે. જે આપને સફળતા અપાવી શકે છે. એક સફળ ટીમ બનાવવા માટે પણ કેટલીક બાબતોનુ ધ્યાન રાખવુ પડે છે. સફળતા હાંસલ કરવા માટે પોતાની ટીમને પણ સફળ બનાવવી પડશે. આના માટે આપને પોતાની ટીમમાં દરેક કામ માટે કોઇને કોઇ વ્યક્તિને જવાબદારી સોંપવી પડશે. આવુ કરવાથી દરેક કામ વિભાજિત થઇ જાય છે અને કામ સરળ પણ બની જાય છે.
કામ વહેચી દેવાથી દરેક કામ દરેક વ્યક્તિ પોતાની ઇચ્છાશક્તિ સાથે મજબુતી સાથે કરે છે. ટીમને જવાબદાર બનાવી દેવાની બાબત સફળતા અપાવે છે. આવી સ્થિતીમાં ટીમ મેમ્બર્સ પર વધારે વિશ્વાસ રાખી શકો છો. સન્માન રાખી શકાય છે. આવી સ્થિતીમાં કર્મચારીઓ નવી નવી બાબતો શિખવા માટે આગળ આવે છે. કર્મચારીઓ તમામ કામ મન લગાવીને કામ કરે ત્યારે જ કોઇ મોટી સફળતા હાંસલ કરી શકાય છે. કોઇ પણ કામને પૂર્ણ કરવા માટે સાહસ રાખવાની બાબત જરૂરી હોય છે. જા તમે તમારા બિઝનેસને સફળ કરવા માંગો છો તો આપમાં મુશ્કેલીનો સામનો કરવાની હિમ્મત અને સાહસ રહે તે જરૂરી છે.
રિસ્ક લેવાની હિમ્મત રહે તે જરૂરી છે. આ તમામ ગુણ ટીમ મેમ્બર્સમાં પણ રહે તે જરૂરી છે. જો આવુ હશે તો જ તે એક સફળ ટીમ બની શકે છે. એક ચેમ્પિયન ટીમ બનાવી દેવા માટે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે લીડર ટીમ પ્રત્યે એમ્પેથી રાખે. અથવા તો કર્મચારીઓની ભાવના અને કામને સમજે. તેમની સ્થિતીને પણ સમજવામાં આવે. કર્મચારીઓની તકલીફને સમજીને આગળ વધવામાં આવે તે જરૂરી છે. તેમની સફળતાની ઉજવણી કરવામાં આવે તે જરૂરી છે. આવુ કરવાથી કર્મચારીઓ ખુશ રહે છે. આવુ કરવાથી કર્મચારીઓ આપને છોડીને ક્યારેય જશે નહીં.