મેજર જનરલ અન્નકુટ્ટીબાબૂએ એડીજી, એમએનએસનો હોદ્દો સંભાળ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મેજર જનરલ અનનકુટ્ટીબાબૂએ ૧ મે, ૨૦૧૮ના રોજ સૈન્ય નર્સિંગ સેવા (એમએનએસ)માં એડિશનલ ડિરેક્ટર જનરલનો હોદ્દો સંભાળ્યો છે. તેમણે મેજર જનરલ એલિજાબેથ જોનનો હોદ્દો સંભાળ્યો છે, જેઓ આગળના દિવસે નિવૃત્ત થયા છે. તેઓ કેરલના એર્નાકુલમ જિલ્લામાં કુથટ્ટુકુલમના રહેવાસી છે.

એક ખેડૂત પરિવારમાં જન્મ લેવાના કારણે તેઓને પોતાના માતા-પિતા તરફથી કરૂણા અને મેહનતના મૂલ્યો વારસામાં મળ્યા છે. આ નિયુક્તિ પહેલા તેઓ આર્મી હોસ્પિટલ રિસર્ચ એન્ડ રેફરલમાં પ્રિંસિપલ મેટ્રનના પદ પર કાર્યરત હતા. પોતાની બહોળી વિશેષજ્ઞતા, સકારાત્મક નેતૃત્વ અ દૂરંદેશીથી તેઓ રોગીની દેખભાળમાં શ્રેષ્ઠ માપદંડને સ્થાપિત કરવામાં સક્ષમ છે.

આ પ્રસંગે એમએનએસના એડીજીએ જણાવ્યું કે ત્રણેય સેનાના મેડિકલ કોરવા સહયોગથી નર્સિંગ સેવા અધિકારી બિમાર અને ઘાટલ સૈનિકો, તેમના પરિવારજનોની સારસંભાળ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Share This Article