ફેબ્રુઆરીમાં કંપનીએ કરેલા ગેરકાયદેસર વ્યવહારોને લઇને ઇડીએ મોટી કાર્યવાહી કરી હતી.
ઇડિએ કહ્યું કે, જપ્ત કરેલા ૫૫૫૧.૨૭ કરોડ રૂપિયા શાઓમી ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના બેંક ખાતામાં પડ્યા છે. જેણે ભારતમાં પોતાનો કારોબાર ૨૦૧૪ માં શરૂ કર્યો હતો અને ૨૦૧૫ માં અહીં પૈસા મોકલવાનું શરૂ કર્યું હતું.
શાઓમી ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ ચાઇના સ્થિત શાઓમી ગ્રપુની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની શાઓમી ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની ૫૫૫૧.૨૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
આટલી મોટી રકમ રોયલ્ટી ભરવાની આડમાં શાઓમી ઇન્ડિયા દ્વારા મોકલવામાં આવી હોવાનું ઇડિ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જેમાં અમેરિકાની બે કંપનીઓ અને શાઓમી ગ્રુપની એક કંપની સામેલ છે. પરંતુ તેનો સીધો ફાયદો શાઓમી કંપનીઓને જ મળ્યો છે.
ચીની પેરેન્ટ કંપનીના કહેવા પર શાઓમી ગ્રુપની ભારતીય કંપનીએ આ રકમ ટ્રાન્સફર કરી હતી. શાઓમી ઇન્ડિયા ભારતમાં જ મોબાઈલ ફોન બનાવતી કંપનીઓ પાસેથી સંપૂર્ણ રીતે પ્રતિબંધ થયેલા હેન્ડસેટની ખરીદી કરતી હોવાનું ઇડીએ તેમના નિવેદનમાં કહ્યું છે.
વિદેશમાં કામ કરતી આ ત્રણ કંપનીઓની કોઈ સર્વિસ તેમણે લીધી નથી, જેમના નામ પર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. નકલી દસ્તાવેજાે બનાવી કંપનીએ રોયલટીના નામ પર આ રકમ ટ્રાન્સફર કરી હતી.