દૂરદર્શનના મુખ્ય કાર્યક્રમોમાંથી એક, મૈં કુછ ભી કર સકતી હૂં, જોઇને રાજસ્થાનના ચોમુના ૧૨ વર્ષીય દાઉ સિંહ એટલા વધારે પ્રેરિત થયા કે તેમણે પોતાના ગામના લોકોને ખુલ્લાંમાં શૌચ કરતાં રોકવા અને પોતાના ઘરોમાં સફળ સ્વસ્છ પ્રથા કરવા માટે પ્રેરિત કરવાનું ચાલુ કર્યું. દાઉ સિંહના પડોસીની જમીનનો ગ્રામીણ દ્વારા શૌચ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. ૧૨ વર્ષના છોકરાએ પડોસિયોંને “મૈં કુછ ભી કર સકતી હૂં”ના કેટલાંક એપિસોડ બતાવ્યાં અને તેમણે પરિવાર માટે શૌચાલય બનાવવા માટે રાજી કર્યાં. આ નાની પહેલના બાકી ગ્રામીણો પર અસર પડી અને જલ્દીથી પૂરા ગામમાં ખુલ્લામાં શૌચ કરવાનું બંધ કરી દીધું.
દાઉ સિંહે જણાવ્યું કે, “જ્યારે મેં શો જોયો, તો મૈં કુછ ભી કર સકતી હૂં માં ડો. સ્નેહાએ કહેલી વાતોથી મને પોતાના ગામમાં બદલાવ લાવવાની પ્રેરણા મળી. અમે ગામને ખુલ્લાંમાં શૌચથી મુક્ત કરાવીને કેટલીક બિમારીઓ પર અંકુશ લગાવ્યો છે. અમારા સરપંચે ગામમાં સાર્વજનિક શૌચાલયોનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. જે લોકો પોતાના ઘરમાં શૌચાલયનું નિર્માણ નથી કરી શકતાં, તે સાર્વજનિક શૌચાલયોનો ઉપયોગ કરે છે. આપણે શ્રેષ્ઠ સમાજ માટે “મૈ કુછ ભી કર સકતી હૂં” જેવા કેટલાંક શો જોઇએ.”
પોપુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક પૂનમ મુત્તરેજા જણાવે છે, “મૈં કુછ ભી કર સકતી હૂં” એક એવો કાર્યક્રમ છે, જે દાઉ સિંહ જેવા આ યુવાઓથી વાત કરે છે, જે પોતાના સમુદાયોંમાં બદલાવ લાવવા માટે નેતૃત્વ આપી શકે છે. આ સાંભળવું ખૂબ જ સુખદ છે કે શો એ કેટલાંક લોકોને ખૂબ જ મહત્વપૂર્ણ સામાજિક પરિવર્તન લાવવા માટે પ્રેરિત કર્યાં છે. એની જેવા યુવા જ ચેÂમ્પયન છે, જે સ્વચ્છતા એલાનનું નેતૃત્વ કરશે, જેમાં અમે દેશભરના લોકોને આ પોતાના જીવનમાં આત્મસાત કરવાનું આહવાન કર્યું છે.
મૈ કુછ ભી કર સકતી હૂં હવે પોતાની ત્રીજી સીઝનમાં છે. આ શો મહિલાઓને નેતૃત્વની ભૂમિકામાં લાવે છે અને પોતાના સમુદાયોમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરિત કરે છે. આ શો સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ સ્વચ્છતા પ્રથાઓ પર કેન્દ્રિત છે. આ શો યુવાઓ માટે યૌન અને પ્રજનન સ્વાસ્થ્ય સુધી શ્રેષ્ઠ પહોંચ આપે છે. “મૈં કુછ ભી કર સકતી હૂં” એક યુવા ડોક્ટર ડો. સ્નેહા માથુરની પ્રેરક યાત્રાની આસપાસ ફરે છે, જે મુંબઇમાં પોતાના આકર્ષક કેરિયરને છોડે છે અને પોતાના ગામમાં કામ કરવાનો નિર્ણય કરે છે. આ શો ડો. સ્નેહાની આ લડાઇ પર કેન્દ્રિત છે, જેનાથી બધા માટે સ્વાસ્થ્ય સંબંધી શ્રેષ્ઠ ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય. તેના નેતૃત્વમાં, ગામની મહિલાઓ સામૂહિક કારવાઇ હેઠળ પોતાનો અવાજ ઉઠાવે છે.
આરઇસી ફાઉન્ડેશન અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને પોપુલેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના “મૈં કુછ ભી કર સકતી હૂં”ની સીઝન ૩ નું સમર્થન કર્યું છે.