મેદાન : ભારતીય ફૂટબોલના સ્વર્ણિમકાળનું ભાવનાત્મક પ્રસ્તુતિકરણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અજય દેવગનની ફિલ્મ ” મેદાન ” સૈયદ અબ્દુલ રેહમાન જેવા ભારતના UNSUNG HERO ને સાથે ભારતના ફૂટબોલના GOLDEN PERIOD ની વાર્તા આપણી સામે રજૂ કરે છે. ફિલ્મ ખરેખર ખાસ છે, ફિલ્મને ખાસ તેની મજબૂત વાર્તા જ નહીં પરંતુ તેની કાસ્ટનો દમદાર અભિનય, જકડી રાખનાર SCREENPLAY અને GOOSEBUMP WORTHY મ્યુજિક બનાવે છે.

ફિલ્મ અજય દેવગનની આસપાસ ફરે છે, પરંતુ તેની ખાસ વાત એ છે કે ફિલ્મ ફક્ત અજય દેવગન ઉપર નભેલી નથી. ફિલ્મમાં અન્ય પાત્રો પણ પોતાની ઊંડી છાપ છોડીને જાય છે. BOLLYWOOD માં પહેલા પણ ફૂટબોલની વાત કરતી ફિલ્મો બની ચૂકી છે, જેમાંથી એક અક્ષય કુમારની GOLD પણ છે. પરંતુ આ SPORTS DRAMA ની શૈલીમાં આ ફિલ્મ પોતાની આગવી ઓળખ ઊભી કરશે તેમાં શંકા નથી.

અજય દેવગનની દમદાર SCREEN PRESENCE ફિલ્મના વાસ્તવિક લાગતા પ્રસ્તુતિકરણ સાથે એટલી સુંદર રીતે ભળી જાય છે કે ફિલ્મ 3 કલાક લાંબી હોવા છત્તા તમને સહેજ પણ BORE કરતી નથી. ચોક્કસપણે જોવાલાયક ફિલ્મ.

Verdict : ⭐⭐⭐⭐

Share This Article