મહેશબાબુની ફિલ્મ થશે હિંદીમાં ડબ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સુપરસ્ટાર મહેશબાબુની ફિલ્મ ‘ભરત અને નેનુ’ એ સૌથી ઝડપી 100 કરોડ ક્લબમાં સામેલ થનારી તેલુગુ ફિલ્મ બની છે. હવે આ ફિલ્મ હિંદીમાં ડબ થશે.

કોરટાલા શિવફિલ્મના ડિરેક્ટર છે, અને ફિલ્મ પોલીટીકલ થ્રિલર છે, જેમાં મહેશ બાબુ અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. ડિરેક્ટરે જણાવ્યુ છે કે, તે આ ફિલ્મને હિંદી સિવાય ભારતની બીજી ભાષામાં પણ ડબ કરવાની યોજના બનાવી રહ્યા છે. ‘ભરત અને નેનુ’ની કોઇ સિક્વલ નહી બને કારણકે તેમની પાસે ફિલ્મ બનાવવા માટે બીજી ઘણી સ્ટોરી છે. ભરત અને નેનુએ દુનિયાભરમાંથી પહેલા 3 દિવસમાં જ 125 કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. જેમાં ભારતમાંથી જ 72 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ હતુ. અમેરિકામાં 13 કરોડ,72 લાખ રૂપિયા, ઓસ્ટ્રેલિયામાં 1 કરોડ 72 લાખનું કલેક્શન થયુ હતું. તેલંગાણામાં જ પહેલા દિવસે 23 કરોડ 52 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.

રામચરણની રંગસ્થલમ અને પવન કલ્યાણની સુપરહિટ ફિલ્મ અજ્ઞાતવાસીનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. આ ફિલ્મ મહેશબાબુના કરિયરની સૌથી વધારે કલેક્શન વાળી ફિલ્મ છે. ‘ભરત અને નેનુ’એ શ્રીમંતુડુ, મિર્ચી અને જનતા ગેરેજના રેકોર્ડ પણ તોડી નાંખ્યાં છે.

આ ફિલ્મ એક યુવા મુખ્યમંત્રીની વાર્તા છે, તેના પિતાના આકસ્મિક નિધન બાદ તેને મુખ્યમંત્રી બનવું પડે છે. ફિલ્મને દેશના 2000 સ્ક્રિન પર રિલીઝ કરવામાં આવી હતી, અને એડવાન્સ બુકિંગ પણ જબરજસ્ત થયું હતું. 2017માં તેમની ફિલ્મ સ્પાઇડર આવી હતી, તે ફિલ્મે 150 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ ‘ભરત અને નેનુ’ દ્વારા ફરહાન અખ્તરે સિંગિંગ ડેબ્યુ કર્યુ છે.

 

 

Share This Article