મહેશ બાબુની ફિલ્મનું USAમાં ગ્રાન્ડ પ્રિમિયર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રજનીકાંતની ફિલ્મ કાલા 27 એપ્રિલે રિલીઝ થાય છે કે નહી ખબર નહી પરંતુ એપ્રિલ મહિનો આપણા માટે બ્લોકબસ્ટર સાબિત થશે કારણકે એવેન્જર્સ ઇન્ફિનીટી વોર અને મહેશ બાબુની ફિલ્મ ભરત અને નેનુ રિલીઝ થવાની છે. મહેશ બાબુ અને કોરટલા શિવાની જોડી ફરી એક વાર મોટા પરદે ધૂમ મચાવશે.  આ જોડી છેલ્લે 2015માં જોવા મળી હતી. 2015માં શ્રીમંતુડુ નામની ફિલ્મ બનાવી હતી જે સુપર ડુપર હિટ રહી હતી. ત્યારબાદ તેને હિન્દીમાં ડબ કરવામાં આવી હતી.

ભરત અને નેનુ એક પોલીટીકલ ડ્રામા છે અને મહેશ બાબુ ચીફ મિનીસ્ટરનો રોલ કરવાનો છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ તો એવુ લાગી રહ્યું છે કે મહેશ બાબુનું પાત્ર  દમદાર મુખ્યમંત્રીનુ પાત્ર હશે. તેનું વિઝન છે કે ભારતમાં લોકોની આશા પૂર્ણ થાય. મહેશ બાબુ એક નિડર મુખ્યમંત્રીની ભૂમિકામાં છે

ફિલ્મમાં કિયારા અડવાણી પણ છે. ફિલ્મના સોંગ રિલીઝ થયા છે જે ખુબ જ હિટ સાબિત થયા છે. 300 અલગ અલગ જગ્યાએ ફિલ્મ રિલીઝ થવાની છે અને ભરત અને નેનુ નો પ્રિમિયર શો અમેરિકામાં 19 એપ્રિલે યોજાશે. શ્રીમંતુડુ બાદ 2017માં મહેશ બાબુની ફિલ્મ સ્પાઇડર રિલીઝ થઇ હતી પરંતુ તે ફિલ્મને ક્રિટીક દ્વારા એવરેજ જણાવવામાં આવી હતી. હવે ભરત અનુ નેનુ સુપરહિટ સાબિત થાય છે કે કેમ તે જોવું રહ્યું.

Share This Article