ભારતનું સૌથી મોટું સામાજિક કૌશલ્ય ધરાવતું ગેમિંગ પ્લેટફોર્મ, વિન્ઝો, આથી જણાવે છે કે ક્રિકેટની મહાસત્તા તરીકે આગળ વધી રહેલા ભારતીય ક્રિકેટ જગતના બે વખતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને વિશ્વ ક્રિકેટ જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યા છે. વિન્ઝોએ માત્ર 36 મહિનાના ગાળામાં જ 75 મિલ્યનથી વધુ ગેમર્સનો વિશાળ અને વફાદાર યુઝર બેઝ અને 100+ ગેમ્સનો પોર્ટફોલિયો સફળતાપૂર્વક મેળવ્યો છે અને એ સાથે તેણે ભારતના સામાજિક ગેમિંગ ક્ષેત્રમાં એક અગ્રણી તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. એક બ્રાન્ડ તરીકે ભારતને વિશ્વના ગેમિંગ પાવરહાઉસ તરીકે સ્થાપિત કરવાની વિન્ઝોની કલ્પનાના ભાગરૂપે તેણે પોતાના દેશના જ દિગ્ગજ ખેલાડી અને અસાધારાણ પ્રતિભા MSD સાથે હાથ મિલાવ્યા છે અને આ જોડાણનો ઉદ્દેશ માત્ર દેશના સામાજિક ગેમિંગ સમુદાયમાં જાગરૂકતા તેમજ જોડાણને આગલા સ્તર સુધી પહોંચાડવાનો છે.
કંપની આ ભાગીદારી દ્વારા આક્રમક વૃદ્ધિ અને બ્રાન્ડિંગ વ્યૂહરચનાનો પુનરોદ્ધાર કરવા માંગે છે જેથી કરીને તે પોતાને સૌથી વિશ્વાસપાત્ર મનોરંજન બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી શકે. વિન્ઝોના આગામી મલ્ટિ-ચેનલ અને મલ્ટિ-મોડલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ઝુંબેશના ભાગરૂપે MSDને દર્શાવવામાં આવશે, જેનું ઉત્પાદન હાલમાં ચાલી રહ્યું છે. મૂળ ઝારખંડના રાંચી નામના નાનકડા શહેરમાંથી આવતા, MSD એ વિશ્વ ક્રિકેટમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે જેણે ભારતીય ક્રિકેટ ટીમને ત્રણ ICC ટાઇટલ જીતાળવામાં અને અન્ય અનેક ઉપલબ્ધિઓ હાંસલ કરવામાં મદદ કરી છે. MSDની જીવનયાત્રા એ વિન્ઝોના રિલેટેબલ, પ્રદર્શન અને જીતના મૂલ્યો સ્થાપિત કરવાના મુખ્ય મૂલ્યના પ્રસ્તાવ સાથે ત્વરિત જોડાણનું ઉદાહરણ છે. નજીકના ભવિષ્યમાં ગેમિંગ જાયન્ટ વિન્ઝોની સાથે, ‘ધ થલાઇવા’, કંપનીના સંબંધિત, સમાવિષ્ટ અને લક્ષિત ઝુંબેશો દ્વારા અવરોધોને તોડી અને પૂર્વનિર્ધારીત ધારણાઓમાં ફેરફાર કરીને વૈશ્વિક ગેમિંગ ઉદ્યોગની ટોચની સફર શરૂ કરતાં જોવા મળશે.
વિન્ઝો સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાતા એ જોડાણ અંગે વાત કરતાં, મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, “જીતવું એ હંમેશા તમારી માનસિકતા અને તમારું વલણ દર્શાવે છે. આખા દેશમાં જીતવાના આ વલણનો ફેલાવ કરવા માટે વિન્ઝોની તેમની વિકાસ યાત્રામાં સમાન વિચારસરણી ધરાવતી ટીમ સાથે ભાગીદારી કરીને હું રોમાંચિત છું. હું પોતે એક ઉત્સુક ગેમર હોવાને કારણે, કંપનીના વિઝન સાથે ખૂબ જ નજીકથી જોડાઈ શકું છું અને આ ઝડપથી વિકસતા ટ્રિલ્યન ડૉલર ઉદ્યોગના અગ્રણીઓ સાથે સંકળાયેલો રહેવા માટે ઉત્સાહિત પણ છું. વિન્ઝો સાથે મળીને, અમે આ ભારતીય બ્રાન્ડને ગેમિંગ અને મનોરંજનનું વૈશ્વિક પાવરહાઉસ બનાવવાનો પ્રયત્ન કરીશું.”
વિન્ઝોના સહ-સ્થાપક પવન નંદાએ આ સંદર્ભએ કહ્યું કે, “મહેન્દ્ર સિંહ ધોની એ નામોમાંથી એક છે જે ભારતને સાચા અર્થમાં એકિકૃત કરે છે. તેમની સંબંધિત છતાં પ્રેરણાદાયી વાર્તા અને નમ્ર વ્યક્તિત્વ તેમને એક પ્રિય અને વ્યાપકપણે અનુસરવામાં આવતી સેલિબ્રિટી બનાવે છે જે વિશ્વાસ અને સફળતાને વ્યક્ત કરે છે. તેણે ભારતીય ટીમના કેપ્ટન તરીકે ક્રિકેટની દુનિયામાં જે કંઈ જીતવાનું હતું તે જીત્યું છે. અમે વિન્ઝો પર ધોની જેવા ‘વિન-મશીન’ ને ઓનબોર્ડ લાવીને ઘણાં રોમાંચિત છીએ. શ્રી મહેન્દ્ર સિંહ ધોની સાથેની ભાગીદારી એક ગેમ ચેન્જર સાબિત થશે અને એક કંપોઝ્ડ લીડર અને વિજેતા તરીકે તેણે એ સાબિત કરી બતાવ્યું છે. તે ચોક્કસપણે ભારતીય યુવાનો અને વિન્ઝોના વપરાશકર્તાઓની આકાંક્ષાઓને પૂરી કરશે. અમે સાથે મળીને વય અને લિંગનો ભેદ દૂર કરીને આ દેશના લોકો સુધી સામાજિક ગેમિંગને લઈ જવાની ઈચ્છા રાખીએ છીએ.”
ઉલ્લેખનીય છે કે વિન્ઝોની આ જાહેરાત યુટ્યુબ સેન્સેશન્સ કેરી મિનાટી અને ભુવન બામને તેમના ડિજિટલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડ્યા બાદ તરત જ આવી છે. યુવાનોમાં પોતાની હાજરી વધારવા માટે, વિન્ઝોએ સામૂહિક મૂલ્યના ગુણધર્મો સાથે બહુવિધ ભાગીદારી કરી છે. ફિલ્મ ’83’ સાથે સ્પોર્ટ્સ બ્રાન્ડ પાર્ટનર તરીકે કંપનીએ ભાગીદારી કરી હતી. વિન્ઝોએ તાજેતરમાં વિવો પ્રો કબડ્ડી લીગ (PKL)ની ટીમ, બંગાળ વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ સાથે પ્રિન્સીપલ પાર્ટનરશિપ તેમજ પટના પાઇરેટ્સ સાથે અસોસિએટ સ્પોન્સરશિપની પણ જાહેરાત કરી હતી.
આ ઉપરાંત આ બ્રાન્ડે ઑગિલવીના ગ્લોબલ ચીફ ક્રિએટિવ ઓફિસર, પીયૂષ પાંડે સાથે મળીને બહુભાષીય બ્રાન્ડ કેમ્પેઇન પણ શરૂ કરી હતી.