ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત થતાની સાથે જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી જંગ માટેની તૈયારી યુદ્ધના સ્તર પર ભાજપ અને કોંગ્રેસ સહિતનમા તમામ રાજકીય પક્ષોએ હાથ ધરી છે. ૨૧મી ઓક્ટોબરના દિવસે જ આ બંને રાજ્યો ઉપરાંત ૧૭ રાજ્યોની ૬૪ વિધાનસભા સીટો અને બિહારની એક લોકસભા સીટ (સમસ્તીપુર) માટે પેટાચૂંટણી પણ યોજાનાર છે. જા કે તમામ લોકોની નજર તો મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાનાર ચૂંટણી પર કેન્દ્રિત થઇ ગઇ છે. ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્ર અને હરિયાણામાં પોતાની સરકાર બચાવી શકે છે કે કેમ તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે.
આ બંને રાજ્યોમાં સરકાર ભાજપ બચાવી શકે છે કે કેમ તે અંગેની માહિતી તો ૨૪મી ઓક્ટોબરના દિવસે મતગણતરીના દિવસે જ થનાર છે. જા આ સવાલથી હટીને બંને પ્રદેશોની રાજકીય સ્થિતી પર નજર કરવામા ંઆવે તો બંને જગ્યાએ એક ખાસ પ્રકારની શેલી સફળતા અને અસફળતા વચ્ચે નજરે પડે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે નવી રાજનીતિ વિકસિત કરી છે તે દરેક જગ્યાએ પરંપરાગત સમીકરણને તોડીને ખેલના નિયમો બદલી નાંખવામાં વિશ્વાસ રાખે છે. મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી દરમિયાન શિવસેનાની સાથે મળીને લડવા અને જીતી ગયા બાદ વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરી હતી. ભારતીય જનતા પાર્ટીએ એ વખતે ૧૨૨ સીટો જીતી લીધી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી કરતા વધારે સીટો પર મેદાનમાં હોવા છતાં શિવસેનાને માત્ર ૬૩ સીટો મળી હતી.
પ્રદેશની રાજનીતિમાં આ શિવસેના માટે કઠોર સંદેશો હતો. સંદેશ એ હતો કે તે ભાજપને નાના ભાઇ અને પોતાને મોટા ભાઇ તરીકે સમજીને ચાલવાની વિચારધારા હવે બદલી નાંખે. આનાથી પણ મોટો સંદેશ આ ગયો હતો કે ભાજપે રાજ્યમાં બ્રાહ્મણ સમુદાયના મુખ્યપ્રધાન બનાવી દીધા ે. મનોહર જાશીના રૂપમાં શિવસેનાએ પણ વર્ષ ૧૯૯૫માં રાજ્યને બ્રાહ્યણ મુખ્યપ્રધાન આપવામાં સફળતા ા મેળવી હતી. જા કે તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવા માટેની હિમ્મત કરી શકી ન હતી. વિધાનસભા ચૂંટણીના વર્ષ ભર પહેલા જ શિવ સેનાએ જાશીની જગ્યાએ નારાયણ રાણેને બેસાડી દીધા હતા આની બિલકુલ વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ માત્ર ફડનવીસમાં જ વિશ્વાસ મજબુત કર્યો છે. સાથે સાથે મરાઠા અનામત મારફતે મરાઠા મતદારોના મન જીતી લેવામાં પણ સફળતા હાંસલ કરી છે. વિપક્ષની હાલત જાવામાં આવે તો કોંગ્રેસ અને એનસીપી દ્વારા બેઠકોની વહેંચણી કરીને શાનદાર રીતે મેદાનમાં ઉતરી જવાના પ્રયાસ ચોક્કસપણે કર્યા છે. જા કે જ્યાં સુધી કોંગ્રેસ અને એનસીપીના કાર્યકરો અને ટોપના નેતાઓના નૈતિક જુસ્સાની વાત છે આ બંને પાર્ટી ભારતીય જનતા પાર્ટી કરતા ખુબ પાછળ છે. હરિયાણામાં પણ ભારતીય જનતા પાર્ટીએ મનોહર લાલ ખટ્ટર તરીકે બિન જાટ મુખ્યપ્રધાન આપ્યા છે. સાથે સાથે આ ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં જ લડવાનો સંકેત આપી દીધો છે.
જાટ પ્રભુત્વવાળા આ રાજ્યમાં આને ચોક્કસપણે એક સાહસી પગલા તરીકે ગણવામાં આવે છે. પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના જાટ નેતા ભુપિન્દર સિંહ હુડાએ શરૂમાં ખટ્ટર સરકારની સામે મજબુત દાવેદાર તરીકે દેખાઇ રહ્યા હતા. જા કે કોંગ્રેસ પાર્ટીની અંદર ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે હુડાએ કોંગ્રેસ પાર્ટી છોડી દેવાનો સંકેત આપી દીધા બાદ તેમને કોઇ રીતે હાલમાં મનાવી લેવામાં આવ્યા છે. આવી સ્થિતીમાં જાવા લાયક બાબત એ છે કે કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં ચૂંટણી દરમિયાન કેટલી તાકાત લગાવી શકે છે. સત્તાપક્ષની સામે પોતાની રાજકીય શેલી પર મક્કમ રહેવા અને વિપક્ષની સામે પોતાના અસ્તિત્વને બચાવી લેવાની તક રહેલી છે. બંને રાજ્યોમાં વિરોધ પક્ષોની આકરી કસોટી થનાર છે. કોંગ્રેસ અને એનસીપી સહિતના રાજકીય પક્ષો તેમજ શિવ સેના તેમજ રાજ ઠાકરેની પાર્ટીની પણ કસોટી થનાર છે. તમામ પક્ષો પોતાની રીતે લડાયક મુડમાં દેખાઇ રહ્યા છે. હાલમાં અન્ય પક્ષોની તુલનામાં ભાજપ તૈયારીમાં વધારે આગળ છે.