પુત્રીની ઇચ્છા ધરાવતી માએ ૧૦ મહીનાના દિકરાને પાણીમાં ડૂબાડ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

આજ સુધી તમે પુત્ર જન્મની લાલચમાં છોકરીઓની હત્યા વિશે સાંભળ્યું જ હશે. ત્યાં સુધી કે હવે સરકાર બેટી બચાવો અભિયાન પણ મજબૂત રીતે ચલાવી રહી છે, ત્યારે મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં એક કરૂણ ઘટના સામે આવી છે. અહિં એક મહિલાએ પુત્રી જન્મની ઇચ્છામાં પોતાના ૧૦ વર્ષના દીકરાની હત્યા કરી દીધી છે.

ત્રણ દિવસ પહેલા બનેલી આ ઘટનામાં આ મહિલાએ પોલિસ સ્ટેશનમાં પોતાના દીકરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. આ વિશે પોલિસ દ્વારા તપાસ શરૂ કરાઇ ત્યારે પોલિસને મહિલાના ઘરમાંથી ડોલમાં ૧૦ મહીનાના માસૂમ બાળકની લાશ મળી આવી હતી. તે પછી આ સમગ્ર બાબત સામે આવી હતી.

મહિલાની પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાના માસૂમ પુત્રની હત્યા કર્યાની વાતને કબૂલી લીધી છે. મળતી માહિતી મુજબ પહેલા પુત્ર બાદ આ મહિલા પુત્રી જન્મની ઇચ્છા ધરાવતી હતી, પરંતુ બીજી વાર પણ તેને પુત્ર જન્મ થયો હતો. તેને એવુ લાગી રહ્યું હતુ કે પરિવારમાં બે પુત્રના જન્મ બાદ પુત્રી માટે ના કહી દેશે અને તેના કારણ જ તેણે પોતાના નાના પુત્રની હત્યા કરી દીધી. આ બાબતમાં પોલિસે હત્યાની આરોપી માની ધરપકડ કરી છે.

Share This Article