મુખ્યમંત્રી એકનાથ શિંદે અને બાગી ધારાસભ્ય શરૂઆતથી જ એ બતાવી રહ્યા છે કે તેઓ બાળાસાહેબ ઠાકરેનુ સન્માન કરે છે. શિંદે ગ્રૂપે પોતાનુ નામ શિવસેના બાળાસાહેબ ઠાકરે ગ્રૂપ પણ રાખી ચૂક્યા છે. આ ગ્રૂપ સતત બતાવી રહ્યુ છે કે, તેઓ બાળાસાહેબ ઠાકરેના અસલી અનુયાયી છે. શિંદેએ પ્રોફાઈલ પર હવે જે તસવીર મૂકી છે, તેમાં તેઓ બાળાસાહેબ ઠાકરેની સાથે નજર આવી રહ્યાં છે. ફોટોમાં બાળાસાહેબ ખુરશી પર અને શિંદે તેમની પાસે બેસેલા છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યુ કે, બીજેપીની પાસે ૧૧૫ થી ૧૨૦ ધારાસભ્યો હતા. તેમણે મારુ સમર્થન કર્યું. હું ખરા દિલથી બાળાસાહેબનો સૈનિક છું. તેથી હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને દેવેન્દ્ર ફડણવીસનો આભાર વ્યક્ત કરુ છું. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ હવે મહાવિકાસ અઘાડી નહિ, શિવસેનાથી બગાવત કરીને ભાજપના સાથે ગયેલા એકનાથ શિંદેની સરકાર બની ગઈ છે. હવે મુખ્યમંત્રી શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદે છે, તો નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. આ ફેરફારથી મહાવિકાસ અઘાડીમાં સામેલ નેતાઓની મુશ્કેલી વધી શકે છે.
જોકે, સરકાર બનાવવાના થોડા દિવસો પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતને ઈડીએ સમન મોકલ્યુ હતું. તેમજ પૂછપરછ માટે બોલાવાયા હતા. તો હવે શરદ પવારને આવક વિભાગે નોટિસ મોકલી હતી. તેના પર શરદ પવારે ટિપ્પણી કરી હતી કે, લવ લેટર આવ્યો છે. શિવસેના નેતા સંજય રાઉતને ઈડીએ બીજુ સમન મોકલ્યુ છે. સાથે જ આજે હાજર થવાનો આદેશ આપ્યો છે. સંજય રાઉત આજે બપોરે ઈડીના અધિકારીઓ સામે રજૂ થશે અને તેમના સવાલોના જવાબ આપશે. શિવસેના નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા છે. ગુરુવારે સાંજે તેમણે મુખ્યમંત્રી તરીકના શપથ લીધા. મુખ્યમંત્રી બન્યા બાદ એકનાથ શિંદેએ ટ્વીટર પર પોતાની પ્રોફાઈલ ફોટો બદલી છે. જેમાં તેમણે શિવસેનાના સર્વેસર્વા બાળાસાહેબ સાથેની તસવીર મૂકી છે.