મહારાષ્ટ્રના પૂણેમાં ૨૦૦ વર્ષ પહેલા પેશ્વાની સામે અંગ્રેજો અને દલિતો સાશે મળીને યુદ્ધ કર્યું હતુ. આ જંગમાં અંગ્રેજો અને દલિતોની જીત થઇ હતી, જેને ભીમા-કોરેગાંવ જંગ તરીકે ઓળખવામાં આવે છે.
આ જીતને દલિત સમુદાય આ દિવસને શોર્ય દિવસ તરીકે ઉજવે છે. આ વખતે આ જીતને ૨૦૦ વર્ષ પૂર્ણ થયા હોવાથી ભવ્ય ઉજવણી કરવા માટે મોટા સંખ્યામાં દલિતો એકઠા થયા હતા.
આ ઉજવણી કરી પરત ફરી રહેલા દલિત સમુદાય પરત આવી રહ્યો હતો ત્યારે પૂણેના અહમદનગર હાઇવે નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો તથા અનેક વાહનોને તોડફોડ કરી નુક્શાન કરવામાં આવ્યું હતું, આગચંપી કરવામાં પણ આવી હતી. ત્યારબાદ આ ઘર્ષણ ગંભીર રીતે વધી જતાં એક દલિત યુવકનું મૃત્યુ થયુ હતુ. આ ઘટનાના પગલે મહારાષ્ટ્રમાં મોટાભાગમાં હિંસા ફેલાઇ ગઇ. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ રાજ્યના ૮ જિલ્લાઓમાં ૧૪૪ની કલમ લાગૂ કરી દેવામાં આવી છે.
આ ઘટનાને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવવા માટે સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આ ઘર્ષણમાં થયેલ મૃત્યુ અંગે સીઆઇડી અને જ્યુડિશિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે હિંસાને રોકવામાં નિષ્ફળ રહેલી ફડણવીસ સરકાર વિરોધમાં ડો.બાબાસહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર દ્વારા બુધવારે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું છે.