મહારાષ્ટ્ર સરકારે કરી જાહેરાત,“નાસિકમાં ગોદાવરી નદીના કિનારે હવે દરરોજ મહાઆરતી”

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહારાષ્ટ્રમાં આગામી ચુંટણી પહેલા શિદે ફડનવીસ સરકારે હિન્દુત્વ કાર્ય ખેલ્યું છે.મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે કે નાસિકમાં ગોદાવરી નદીના કિનારે હવે દરરોજ મહાઆરતી હશે.બનારસ,અયોધ્યાની જેમ ગોદાવરી નદીના કિનારે દરરોજ સાંજે સાત વાગે મહાઆરી કરવામાં આવશે ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગોદાવરી નદીના કિનારાના જીર્ણોધ્યાર માટે પાંચ કરોડ રૂપિયાની રકમ મંજુર કરી છે.મહાઆરતી માટે ૧૧ પુજારીઓની નિયુક્તિ કરવામાં આવશે.રામાયણ કાળમાં ભગવાન રામ વનવાસ દરમિયાન નાસિકમાં રોકાયા હતાં કુંભ મેળાનું આયોજન પણ નાસિકમાં થાય છે. એ યાદ રહે કે શિવસેના બે જુથોમાં વિભાજીત થઇ ગઇ છે.શિવસેનાના એક જુથનું સુકાન મુખ્યમંત્રી એકનાથ શિંદેના હાથમાં છે તો શિવસેનાના બીજા જુથનું સુકાન ઉદ્વવ ઠાકરેની હાથમાં છે.બંન્ને જ શિવસેના પર પોત પોતાનો દાવો કરી રહ્યાં છે.શિદે અને તેમના સમર્થક ધારાસભ્યોના બળવા બાદ ઉદ્વવ ઠાકરેની સરકાર તુટી પડી હતી ત્યારબાદ શિંદેએ ભાજપની સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી

Share This Article