દ્વારકામાં ૫૧ હજાર આહીરાણીઓ દ્વારા મહારાસનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા નગરીમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ૫૧ હજાર આહીરાણીઓનો મહારાસ યોજાશે. ૫ હજાર પૂર્વે ૧૬ હજાર ગોપીઓ સાથે કૃષ્ણ રાસ યોજાતો હતો. મહારાસ માટે ૩૭ હજારથી વધુ આહીર સમુદાયની બહેનોનું રજિસ્ટ્રેશન સંપન્ન થઈ ગયું છે. હાલ દરેક જિલ્લા કક્ષાએ રજિસ્ટ્રેશન ચાલુ છે. આ અંગે કૃષ્ણની મોક્ષ ભૂમિ ભાલકા તીર્થ ખાતે બેઠક યોજાઈ હતી. આહીરાણી મહારાસ અંગે આહીર સમાજની બહેનોની મળેલી બેઠકમાં જુદા જુદા જિલ્લામાંથી આહીર સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી. મહારાસની સાથે મહિલા સશક્તિકરણના પણ કાર્યક્રમ યોજાશે. આહીરાણી મહારાસ માટે બહેનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક સાથે ૫૧ હજાર આહીરાણીઓ મહારાસ યોજી કૃષ્ણ ભક્તિમાં લીન બનશે. પારંપરિક પોશાક સાથે આહીરાણીઓના મહારાસનો વિશ્વ વિક્રમ સર્જાશે.

Share This Article