
નવરંગપુરામાં આવેલ શ્રી અંબાજી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી અંબેકેશ્ચર મહાદેવના હોમહવન અને બીલીપત્રની આહુતિના ભવ્ય મહાપ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રીમાં અંબેકેશ્ચર મહાદેવ અને અંબાજી માતાજીના દર્શનાર્થે શિવભક્તો તથા ભાવીકભક્તો તથા બહેરા મૂંગા શાળામાંથી બાળકોએ પધારી ધન્યતા અનુભવી હતી. ઉદારદિલ દાતાઓના દાનથી આ મહાપ્રસંગે આખો દિવસ પ્રસાદ તરીકે ઠંડાઈનું વિતરણ કરવામાં આવેલ.