પાટા પરથી ઉતરી મદુરાઇ એક્સપ્રેસ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહારાષ્ટ્રના ખંડાલા પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા રહી ગઇ. મુંબઇથી મદુરાઇ જનારી ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ. જેમાં કોઇને કાંઇ વાગ્યુ નથી. મુંબઇથી જ્યારે મદુરાઇ ટ્રેન જઇ રહી હતી ત્યારે ખંડાલા પાસે ટ્રેનનો છેલ્લો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો. ત્યારબાદ રેલ્વે અધિકારીઓને આ ઘટના વિષે જાણ કરવામાં આવી હતી. અધિકારીઓએ ત્યાં  આવીને છેલ્લા ડબ્બાને કાપીને અલગ કરી દીધો હતો અને ટ્રેનને ત્યાંથી રવાના કરી દીધી હતી.

ઘટના ઘટ્યા બાદ ઘણી ટ્રેનને ડાઇવર્ઝન આપવામાં આવ્યુ હતુ અને અમુક ટ્રેનને રદ્દ કરવામાં આવી હતી. જાણવા મળ્યુ છે કે, ટ્રેનના ડ્રાઇવરે સમય સૂચકતા વાપરીને બ્રેક મારી દીધી હતી. જેના લીધે મોટી ઘટના થતાં થતાં રહી ગઇ હતી. જો તે બ્રેક ના મારવામાં આવી હોત તો, આખી ટ્રેન ઉંધી પડી ગઇ હોત. અમુક ટ્રેનને રદ્દ કર્યા બાદ કેટલીક ટ્રેનને ડાયવર્ઝન આપીને બીજી ટ્રેનને રોકવામાં આવી નથી. આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી અને કોઇ ઘાયલ પણ થયુ નથી.

Share This Article