રિજનલ સ્ટાર્સ અમૃતા ખાનવિલકર અને કિંજલ રાજપ્રિયા સાથે મેડમિક્સે નવું ટીવીસી લૉન્ચ કર્યું

Rudra
By Rudra 5 Min Read

હાઇપરલોકલ સ્ટોરીટેલિંગના માધ્યમથી, આ કેમ્પેઇન આયુર્વેદના ગુણો સાથે રોજબરોજના ત્વચાના નખરાને કાયમી નિખારમાં પરિવર્તિત કરી દે છે
ગુજરાત, ભારત । 4 ઓગસ્ટ, 2025: ભારતની સૌથી વિશ્વસનીય આયુર્વેદિક સ્કિનકેર બ્રાન્ડ્સ પૈકીની એક, મેડીમિક્સે પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રી અમૃતા ખાનવિલકર અને લોકપ્રિય ગુજરાતી સ્ટાર કિંજલ રાજપ્રિયાને ચમકાવતા તેના નવા ટીવીસીને લોન્ચ કર્યું છે. આ કેમ્પેઇન બ્રાન્ડની સ્થાનિક સ્તરે વર્ણાનાત્મક નિર્માણ યાત્રામાં એક પગલું છે, જે સમય પર પરખાયેલા આયુર્વેદના જ્ઞાનના માધ્યમથી પ્રેરાઈને સાંસ્કૃતિક રીતે પ્રતિધ્વનિત થતી સંબંધિત સ્કીન કેરની કહાણીઓ પર પ્રકાશ પાડે છે.

પાંચ દાયકાથી વધુના જાજરમાન વારસા સાથે, મેડીમિક્સ પર લાખો લોકોનો વિશ્વાસ રહેલો છે, જેમાં સમય પર પરખાયેલા તેના આયુર્વેદિક ફોર્મ્યુલેશનમાં આજના ગ્રાહકોની જરૂરિયાતો સાથે પરંપરાના જ્ઞાનને જોડવામાં આવ્યું છે.

મેડીમિક્સ તેના આયુર્વેદિક વારસામાં મૂળ ધરાવતા લાંબા સમયથી અસરકારક, હર્બલ-આધારિત ઉત્પાદનોનો પર્યાય બની રહી છે. બ્રાન્ડના હૃદયમાં તેનો આત્મા રહેલો છે: સમયની સાથે આદર્શ બનેલી અને કૌટુંબિક રહસ્યની જેમ આગળ ધપાવેલી સામગ્રીઓનું એક વિશેષ મિશ્રણ એવી 18 ઔષધિઓની શક્તિ દરેક મેડીમિક્સ સાબુના પાયામાં રહેલી છે, જે પ્રાકૃતિક રીતે, ઝડપીથી કામ કરતી સંભાળ સાથે ખીલ, શુષ્કતા અને સંવેદનશીલતા જેવી રોજિંદી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે.

આ નવું કેમ્પેઇન મેડિમિક્સના ‘સ્કિન-ફિટ’ એજન્ડાને મજબૂત બનાવે છે – યુઝર્સને સ્વચ્છ અને ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરે છે. આ ફિલ્મ પ્રાદેશિક સુવાસને સર્વવ્યાપક સ્કિનકેરના તથ્યો સાથેના મિશ્રણને રજૂ કરે છે. અમૃતા એક આત્મવિશ્વાસુ, તેજસ્વી નાયિકાની ભૂમિકા ભજવે છે જેણે આયુર્વેદને જીવન પદ્ધતિ તરીકે સ્વીકાર્યું છે. તેની સામે કિંજલે એક એવા ગ્રાહકની ભૂમિકા ભજવે છે, જે પ્રદૂષણ અને નિસ્તેજ ત્વચા જેવી સામાન્ય રીતે જોવા મળતી શહેરી ત્વચા સંબંધી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. તેમની હૂંફાળી અને આકર્ષક આદન-પ્રદાનના માધ્યમથી, ફિલ્મ બતાવે છે કે કેવી રીતે મેડીમિક્સ રોજબરોજના નખરાને વાસ્તવિક, કાયમી નિખારમાં પરિવર્તિત કરવામાં મદદ કરે છે. મહત્વપૂર્ણ ભૌગોલિક ક્ષેત્રોમાં દર્શકો સાથે મજબૂત સંબંધ નિર્માણના તેના સતત પ્રયાસોના ભાગ રૂપે, બ્રાન્ડ સાંસ્કૃતિક રીતે સંબંધિત ભાગીદારી પર તેનું ધ્યાન વધુ ગાઢ બનાવી રહી છે. અમૃતા ખાનવિલકર જેવા રિજનલ આઇકોન સાથે સહયોગ કરીને, મેડીમિક્સનો ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ બજારોમાં તેની ઉપસ્થિતિને મજબૂત બનાવવાનો અને કુદરતી સ્કીનકેર અને સર્વાંગી સુખાકારીના સંદેશને ભારતના હૃદય સુધી પહોંચાડવાનો છે.

બ્રાન્ડ સાથેના પોતાના જોડાણ વિશે વાત કરતાં, અમૃતા ખાનવિલકરે જણાવ્યું: “મેડિમિક્સ હંમેશાથી ઘર જેવું લાગ્યું છે – આ એક એવું નામ જેની સાથે હું મોટી થઈ છું અને જેના પર હું વિશ્વાસ કરૂં છું. હવે મેડિમિક્સ પરિવારનો ભાગ બનવું એ મારા માટે ખરેખર ખાસ બાબત છે. આ મારા માટે વધુ એક પ્રચાર નથી, પરંતુ તે ખૂબ જ વ્યક્તિગત છે. હું સૌમ્ય, અસરકારક અને પ્રાકૃતિક સ્કિન કેરમાં માનું છું અને મેડીમિક્સને તેના માટે ઓળખવામાં આવે છે.”

કિંજલ રાજપ્રિયાએ આ જ લાગણીઓ દર્શાવતા જણાવ્યું, “મેડિમિક્સ એક લેગસી બ્રાન્ડ છે જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. સ્કીનકેર ટ્રેન્ડ આવતા-જતાં રહે છે, પરંતુ મેડીમિક્સ સાબિત કરે છે કે કેટલીક વસ્તુઓ હંમેશા માટે શાશ્વત હોય છે. મને ગુજરાત માટે બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવાનો અને આયુર્વેદના ફાયદાઓને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવાને લઇને ગર્વ થઈ રહ્યો છે.”

ચોલાઇલ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અનુપમ કથેરિયાએ જણાવ્યું: “આ નવું ટીવીસી મુખ્ય ભૌગોલિક વિસ્તારોમાં અમારા પ્રાદેશિક સંબંધોને મજબૂત બનાવવા માટેના અમારા વિઝનનું પ્રતિબિંબ છે. અમે મહારાષ્ટ્ર અને ગુજરાતના ગ્રાહકો સાથેના અમારા સંબંધોને વધુ ગાઢ બનાવી રહ્યાં હોવાથી અમૃતા અને કિંજલ અમારા હાઇપરલોકલ અભિગમ માટે આદર્શ એમ્બેસેડોર્સ છે. મહારાષ્ટ્રના પ્રાકૃતિક ક્ષેત્રમાં 45% વોલ્યુમ હિસ્સા અને ગુજરાતમાં મજબૂત MAT વૃદ્ધિ (IMRB પેનલ) સાથે, આ બજારો અમારી સાતત્યપૂર્ણ ગતિ માટે મહત્વપૂર્ણ છે.”

આ કેમ્પેઇન મેડિમિક્સની વ્યાપક બ્રાન્ડ સફરને સમર્થન આપે છે: અમે હંમેશા એવી સ્કીનકેરમાં માનતા આવ્યા છીએ જે પરંપરામાં મૂળ ધરાવતી હોવા છતાં આજની જીવનશૈલી સાથે સુસંગત હોય. આજે, બ્રાન્ડના પોર્ટફોલિયોમાં સાબુ, હેન્ડ વૉશ, બોડી વૉશ અને ફેશ વૉશનો સમાવેશ થાય છે, આ દરેક પ્રોડક્ટના મૂળમાં આયુર્વેદ રહેલું છે, જેને આધુનિક ત્વચાની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.

આ ટીવીસી હવે ઓનલાઈન અને ઓફલાઈન ચેનલો પર લાઈવ છે. ફિલ્મ અહીં જુઓ:
• Hindi- https://www.youtube.com/watch?v=pVktYQzlW2g
• Gujarati- https://www.youtube.com/watch?v=-rEGudzoBKc

Share This Article