ભોપાલ : મધ્યપ્રદેશના રાજકીય દંગલમાં ખેંચતાણબાદ આખરે કોઇ પાર્ટીને બહુમતિ મળી શકી નથી. આવી સ્થિતીમાં હાલત કફોડી બની રહી છે. મધ્યપ્રદેશમાં કોઇ પાર્ટીને બહુમતિ નમળતા ચર્ચા છે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં આ વખતે પરિણામ જાહેર કરવામાં વિલંબ થતાતેને લઇને પણ સવાલ થઇ રહ્યા છે. ઇવીએમ હોવા છતાં મધ્યપ્રદેશમાં પરિણામ જાહેરકરવામાં ૨૪ કલાકનો સમય લાગી ગયો હતો.
૩૭૮૫૨૨૧૩ મતની ગણતકરી કરવામાં ભારે સમય લાગ્યો હતો. ગણતરી કરવામાં ૨૪ કલાકનો સમય લાગી ગયો હતો. મધ્યપ્રદેશમાં મતગણતરી સવારે આઠ વાગે શરૂ થઇ હતી અને મોડી રાત્ર સુધી પણ પૂર્ણ થઇ ન હતી.
મધ્યપ્રદેશમાં કુલ ૭૫.૦૫ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા ખુબ લાંબી ચાલી હતી. આશરે ૨૨ રાઉન્ડ સુધી મતગણતરીની પ્રક્રિયા ચાલી હતી. સૌથી વધારે મતચગણતરીનો દોર ૩૨ રાઉન્ડ સુધી ઇન્દોર વિધાનસભા -૫માં ચાલ્યો હતો. જ્યારે ૧૫ રાઉન્ડ સુધી મતગણતરી અનુપપુર જિલ્લામાં ચાલી હતી. ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આશરે ૧૫ હજાર કર્મચારીઓને રોકવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં ૫૧ મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા હતા. તમામ કેન્દ્રો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા હતા. આજે સવારે સવા આઠ વાગે મતગણતરીના પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ૨૪ કલાકનો સમય લાગ્યો હોવાના કારણે કેટસલાક પ્રશ્ન ઉઠ્યા છે.