ભોપાલ : પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. છત્તીસગઢમાં માઓવાદીગ્રસ્ત જિલ્લાઓમાં પ્રથમ તબક્કાનું મતદાન પણ થઇ ચુક્યું છે. હવે મધ્યપ્રદેશ ઉપર પણ ભાજપ અને કોંગ્રેસે ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી ગરમી હવે ચરમસીમા ઉપર પહોંચી ગઈ છે. નામ પરત ખેંચવાની તારીખ નિકળી ગયા બાદ ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજા પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ પ્રમુખ અમિત શાહે આજે મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવા માટે તૈયાર છે. બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ આવતીકાલથી જ
ઝંઝાવતી પ્રચાર કરનાર છે. પ્રદેશમાં પાર્ટીના નવા ચહેરા બનાવવામાં આવેલા કમલનાથ અને માધવરાવ સિંધિઆએ પણ ચૂંટણી રેલી શરૂ કરી દીધી છે. ભાજપ તરફથી કેટલાક કેન્દ્રીયમંત્રી તથા મુખ્યમંત્રી મધ્યપ્રદેશના પ્રચાર માટે પહોંચનાર છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ગુરુવારથી પ્રચારની શરૂઆત કરી દીધી છે. હવે તેઓ ચૂંટણી પ્રચારખતમ થવા સુધી મધ્યપ્રદેશમાં સક્રિય રહેશે. બડવાની અને બડનગરમાં ચૂંટણી રેલીને અમિત શાહે સંબોધન કર્યું હતું તથા રોડ શો પણ યોજ્યા હતા. હવે તેઓ ૨૬મી નવેમ્બર સુધી દરરોજ ચારથી પાંચ રેલી કરનાર છે. રોડ શો પણ યોજશે. મોદીની ચૂંટણી યાત્રા શરૂ થશે.
૨૫મી તારીખ સુધી પાંચ વખત મધ્યપ્રદેશ આવશે. મોદી દરરોજ બે ચૂંટણી રેલી કરશે. શુક્રવારે તેમની પ્રથમ રેલી સહડોલમાં યોજાશે જ્યારે ૨૫મી નવેમ્બરના દિવસે તેમની છેલ્લી રેલી યોજાશે. મોદી ઇન્દોર, છિંદવાડા, વિદિશા, ઝાંબુઆ, રિવા, છતરપુર, મંદસોર, ગ્વાલિયરમાં લોકોની વચ્ચે પહોંચશે. આ ઉપરાંત આશરે ત્રણ ડઝન કેન્દ્રિય નેતા અને મુખ્યમંત્રી મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે જશે. જ્યારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ૨૫મી સપ્ટેમ્બરથી જન આશીર્વાદ યાત્રા પર નિકળેલા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ મધ્યપ્રદેશમાં અનેક વખત જઇ ચુક્યા છે. આવતીકાલથી તેઓ ફરી મધ્યપ્રદેશ પહોંચશે. રાહુલ ઉપરાંત કોંગ્રેસે કુલ ૨૫ સ્ટાર પ્રચારોની યાદી ચૂંટણી પંચને આપી છે. કમલનાથ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરી ગયા છે. જ્યોતિરાદિત્ય પણ પહોંચ્યા છે. દિÂગ્વજયસિંહ પણ ચૂંટણી પ્રચારમાં ઉતરશે. તેમના પુત્ર અને નાના ભાઈ પણ વિધાનસભા ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના લોકો પણ મેદાનમાં ઉતરી ગયા છે. તેમના નેતા પણ ચૂંટણી પ્રચારમાં નજરે પડે છે. આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતા પણ પ્રચાર કરી ચુક્યા છે. મધ્યપ્રદેશમાં મુખ્ય ટક્કર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. પ્રદેશમાં ૨૮મી નવેમ્બરના દિવસે મતદાન થશે.