ભોપાલ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે મધ્યપ્રદેશમાં હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ મતદાન માટેનો તખ્તો હવે ગોઠવાઇ ગયો છે. બુધવારના દિવસે મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં હવે મતદાન પર તમામની નજર છે. મધ્યપ્રદેશની ચૂંટણી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માટે પ્રતિષ્ઠાજનક બની ગઇ છે. છેલ્લી ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો. વર્ષ ૨૦૧૩માં છેલ્લી ચૂંટણી યોજાઇ હતી. એ વખતે ભાજપે ૧૬૬ સીટો જીતીને બહુમતિ મેળવી હતી. આવી જ રીતે ભાજપની મતહિસ્સેદારી પણ ઉલ્લેખનીય રહી હતી. વર્તમાન વિધાનસભામાં પક્ષવાર Âસ્થતીની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પાસે ૫૭, ભાજપ પાસે ૧૬૬ સીટો છે.
ઉપરાંત બહુજન્ સમાજવાદી પાર્ટી પાસે ચાર સીટો છે. અન્યો પાસે ત્રણ સીટો રહેલી છે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં બુધવારના દિવસે મતદાન થયા બાદ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં ૭મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં ૨૦૦ અને તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો માટે મતદાન થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરીની પ્રક્રિયા ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે.ભાજપે સૌથી વધારે તમામ ૨૩૦ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૨૨૯ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ૨૨૭ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી છેલ્લા ૧૫ વર્ષથી સત્તામાં પરત ફરવાની રાહ જુવે છે. અને તેને આ વખતે સારી તક રહેલી છે. શિવરાજ સિંહ સરકારે છેલ્લા ૧૫ વર્ષથી ખુબ સારી કામગીરી કરી હોવા છતાં આ વખતે તેમની સામે શાસન વિરોધી પરિબળ જારદાર છે. આનો લાભ લેવા માટે કોંગ્રેસે સફળ પ્રયાસો પણ કર્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. મધ્યપ્રદેશમાં છેલ્લી ચૂંટણીમાં અભ્યાસ કરવામાં આવે તો જાણી શકાય છે કે ભાજપની Âસ્થતી ખુબ સારી છે. આ વખતે પણ તે વાપસી કરી શકે છે.