નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આખરે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. કોઇને પણ બહુમતિ ન મળતા સરકાર રચવા માટેના દાવા શરૂ થઇ ગયા છે. કર્ણાટક જેવી જ સ્થિતી મધ્યપ્રદેશમાં સર્જાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે.મધ્યપ્રદેશમાં કોઇને બહુમતિ ન મળતા હાલત કફોડી બનેલી છે. મંગળવારના દિવસે મત ગણતરી શરૂ થયા બાદ મતગણતરી મોડી રાત્ર સુધી ચાલી હતી.
ચૂંટણી પરિણામમાં કોંગ્રેસને ૧૧૪ અને ભારતીય જનતા પાર્ટીને ૧૦૯ સીટ મળી હતી. બસપને બે સીટ મળી હતી. સમાજવાદી પાર્ટીને એક સીટ મળી હતી. અપક્ષને ચાર સીટ મળી હતી. બંને પાર્ટી દ્વારા સરકારની રચના કરવા માટે દાવો કરવા તૈયારી કરી છે. મધ્યપ્રદેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ રહી છે. મુખ્યપ્રધાન પદના દાવેદાર કમલનાથે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટીએ રાજ્યપાલને પત્ર લખીને કહ્યુ છે કે તેમનેસરકાર બનાવવાની તક આપવામાં આવે. જેથી વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકાય.
કમલનાથે કહ્યુછે કે તેમને અપક્ષ લોકોનુ સમર્થન છે. બીજી બાજુ બહુમતિથી છ સીટ દુર રહી ગયેલીભારતીય જનતા પાર્ટીએ પણ ગેમ ન મુકતા નવો વળાંક આવ્યો છે. મધ્યપ્રદેશ ભાજપનાઅધ્યક્ષ રાકેશ સિંહે કહ્યુ છે કે પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને જનાધાર નતી.રાજ્યપાલ હાલમાં રાહ જવાના મુડમાં છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ૨૦૧૩ના ૯.૫ટકાના મત અંતરને દુર કરવામાં સફળ રહી છે. મામાના નામથી લોકપ્રિય શિવરાજ સિંહ ચોહાણછેલ્લા ૧૫ વર્ષથી રાજ્યમાં સત્તામાં હતા. આ વખતે શિવરાજ સિંહને હાર આપવા માટેકોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી હતી. રાહુલ ગાંધી, કમલનાથ, જ્યોતિરાદિત્ય અને દિગ્વિજય સિંહ સહિત તમામ લોકોએ ભારે મહેનત કરી હતી. સત્તા વિરોધી લહેરવચ્ચે શિવરાજ સિંહે સારો દેખાવ કર્યો છે.