ભોપાળ : મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજનાર છે. આના માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ જગ્યાએ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે.
તમામ મતદાન કેન્દ્રો પર જવાનોને પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે. મતદાન કેન્દ્રો પર સીટી ટીવી અને ડ્રોન મારફતે નજર રાખવામાં આવી રહી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. રાજ્યની બહારથી પણ સુરક્ષા જવાનો બોલાવામનાં આવ્યા બાદ તેમની તૈનાતી કરી દેવામાં આવી છે. બીજી બાજુ છત્તિસગઢમાં શાંતિપૂર્ણ રીતે મતદાનના બે તબક્કા પાર પાડી દેવામાં આવ્યા બાદ ચૂંટણી પંચ અહીં પણ શાંતિપૂર્ણ ,નિષ્પક્ષ મતદાનની ખાતરી કરવા સજ્જ છે.