નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે શુક્રવારના દિવસે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત દર્શાવવામાં આવી રહી છે. જેથી કોંગ્રેસી નેતાઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. કેટલાક ચેનલો ભાજપને પણ તક આપી રહ્યા છે.નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ગયો છે. એક્ઝિટ પોલ અને પ્રતિક્રિયા આપતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહચૌહાણે ચોથી વખત સત્તામાં આવવાનો દાવો કર્યો છે. ચુંટણી પરિણામથી પહેલા પરિવારનીસાથે ફરવા માટે નિકળેલા શિવરાજસિંહે કહ્યું હતું કે રાજ્યના સૌથી મોટા સર્વે કરનાર વ્યક્તિ તો તેઓ પોતે જ છે. તેઓ હંમેશા જનતાની વચ્ચે રહે છે અને તેમને મળતા રહે છે. કોઈ શંકા દેખાઈ રહી નથી. ભાજપની સરકાર ફરી બનવા જઈ રહી છે.
બીજી બાજુએક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રચાર સમિતિના પ્રમુખજ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે એક્ઝિટ પોલ માટે તેમના મનમાં ખુબ સન્માન છે પરંતુ આ દેશમાં એક્ઝિટ પોલના ઈશારે પરિણામ ઉપર પહોંચી શકાય નહીં. મધ્યપ્રદેશની જનતા આવખતે પરિવર્તનના મૂડમાં છે. નિર્ણાયક ચુકાદો આપનાર છે. શુક્રવારના દિવસે આવેલા એક્ઝિટ પોલના પરિણામ બાદ કોંગ્રેસને છત્તીસગઢમાં પણ લીડ મળી ગઈ છે.કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભુપેશે કહ્યું છે કે ભાજપ ચોથી વખત સત્તામાં આવી શકશેનહીં. ભાજપે ૧૫ વર્ષથી પ્રજાને ગેરમાર્ગે દોરી છે. ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરીલીધી છે. એક્ઝિટ પોલ પરપ્રતિક્રિયા આપતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અશોકગેહલોતે કહ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર જ બનવા જઈ રહી છે.
સમગ્ર દેશનું ધ્યાન એક્ઝિટ પોલ ઉપરકેન્દ્રિત થઈ ગયું છે. પ્રદેશની રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી કુશાસન આપ્યું હતુંજેનો જવાબ લોકોએ આપ્યો છે. બીજી બાજુ કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી અનેવરિષ્ઠ ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે એક્ઝિટ પોલ ઉપર તેઓ કોઈ પ્રતિક્રિયા આપશે નહીં કારણ કે સાચા પરિણામ ૧૧મીડિસેમ્બરના દિવસે આવશે. આપણે પરિણામની રાહ જાવી જાઈએ. એક્ઝિટ પોલના પરિણામ કેટલીક વખત સાચા હોતા નથી. કેટલીક વખત અયોગ્ય પરિણામપણ આવે છે.