માધુરી દીક્ષિતે તેના પતિ ‘તમ્મા તમ્મા’ સોંગ પર લગાવ્યા ઠુમકા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડની ‘ધક-ધક’ ગર્લ તરીકે જાણીતી માધુરી દીક્ષિત  આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. માધુરી દીક્ષિતના ફેન ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @eiphyumadhuri પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં માધુરી અને તેના પતિ નેને ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો પર લોકોના ઘણા રિએક્શન પણ આવી રહ્યા છે. માધુરીના પતિની આ બર્થડે પાર્ટીમાં ફરાહ ખાન, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ, સંજય કપૂર અને ઘણા બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.

આ વીડિયોમાં માધુરી તેના પતિ સાથે ફિલ્મ ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ના ગીત ‘તમ્મા તમ્મા’ પર ડાન્સ કરતી જોવા મળી રહ્યા છે. જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ હવે  વેબસિરીઝની દુનિયામાં પણ એન્ટ્રી કરી છે. તે ટૂંક સમયમાં જ સંજય કપૂર અને માનવ કૌલ સાથે સીરિઝ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, માધુરીના પતિ નેનેનો તાજેતરમાં જન્મદિવસ હતો, જે અભિનેત્રીએ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો.

આ બર્થડે પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ સામેલ થયા હતા. આ બર્થડે પાર્ટીમાં માધુરી અને તેના પતિનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં માધુરી અને ડૉ. નેને ‘તમ્મા તમ્મા’ સોંગ પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. માધુરીના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને પતિ નેને મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. તેમના જન્મદિવસની પાર્ટીની તસવીર શેર કરીને, ડિરેક્ટર ફરાહ ખાને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને તેમના બોન્ડિંગને એક કપલ ગોલ ગણાવ્યો છે.

Share This Article