ટાટા હિટાચીએ લોન્ચ કર્યું વિશ્વસનીયતા અને ઉત્પાદકતાનું પ્રતીક
5-ટન વ્હીલ લોડર ZW225
ટાટા હિટાચીએ આજે તેના ખડગપુર પ્લાન્ટમાંથી તેનું સંપૂર્ણ નવું 5-ટન વ્હીલ લોડર ZW225 લોન્ચ કર્યું છે. આ વ્હીલ લોડર મશીન જાણીતી અને ભરોસેમંદ જાપાની ટેક્નોલોજી સાથેનું એક મેડ-ઇન-ઇન્ડિયા મશીન છે. લોન્ચ ઇવેન્ટ દરમિયાન ટાટા હિટાચીના સિનિયર મેનેજમેન્ટ દ્વારા પ્રથમ બે મશીનો, ટાટા હિટાચીના પ્રતિષ્ઠિત ગ્રાહક VPR માઇનિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યા હતા.
સંપૂર્ણ નવું ટાટા હિટાચી ZW225 વ્હીલ લોડર ભરોસાપાત્ર છે અને ઉત્પાદકતા અને રોકાણ પર વળતરના વિઝન સાથે પોતાના ગ્રાહકોને શ્રેષ્ઠ મૂલ્ય ઓફર કરવાની ટાટા હિટાચીના પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. ZW225 અત્યાધુનિક ઇનોવેટીવ ટેકનોલોજીઓથી ભરપૂર છે જે ગ્રાહકોને આ કમિટમેન્ટ પૂરી પાડવા માટે શ્રેષ્ઠ છે. ઇંધણ કાર્યક્ષમતા સાથે સમાધાન કર્યા વિના, અસામાન્ય મેનુફેકચર પ્રોવાઈડ કરવામાં યોગ્ય આ ZW225 મશીન એ બહુમુખી વ્હીલ લોડર છે જે ગ્રાહકની કમાણીની સંભાવનાને વધુમાં વધુ વધારીને વિવિધ એપ્લિકેશનો માટે સહેલાઈથી ધિરાણ આપે છે. તેણે ઓપરેટરના આરામ અને સગવડતા પર પણ વિશેષ ભાર મૂક્યો છે, જે મશીનની ઉત્પાદન ક્ષમતાને વિસ્તૃતિત કરે છે.
ટાટા હિટાચી ZW225 એ કમિન્સ એન્જિન દ્વારા સંચાલિત છે જે CEV-IV ઉત્સર્જન ધોરણોનું પાલન કરે છે અને એટલે જ એ મોટી ઇકોલોજીકલ આવશ્યકતાઓ અને સ્વચ્છ વાતાવરણ પ્રત્યેની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. આ કાર્યક્ષમ અને પાવરફુલ કમિન્સ એન્જિન તેના બેજોડ પ્રદર્શન સાથે ઇંધણ ખર્ચ અને જાળવણી જરૂરિયાતોને ઘટાડવામાં મદદ કરે છે.
ટાટા હિટાચીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંદીપ સિંઘે જણાવ્યું હતું કે, “ટીમ ટાટા હિટાચી માટે એ ખૂબ જ ગર્વની ક્ષણ છે કે અમે દુનિયાભરમાં જાણીતા અને ભરોસેમંદ થયેલ જાપાનીઝ ટેક્નૉલૉજી સાથે તમામ નવા 5-ટન વ્હીલ લોડર ZW225 મેડ-ઇન-ઇન્ડિયા મશીનને લૉન્ચ કરી શકયા છીએ. ટાટા હિટાચી ZW225 અપ્રતિમ ઉત્પાદકતા, વિશ્વસનીયતા અને વર્સેટિલિટી ધરાવે છે. તે વ્હીલ લોડર છે જે વિકસતા કન્સ્ટ્રકશન અને માઇનિંગ ઇન્ડસ્ટ્રીની માંગને પહોંચી વળશે. આ સાથે અમે વ્હીલ લોડર્સના અમારા પોર્ટફોલિયોને વધુ પ્રોત્સાહન આપ્યું છે. અમે રાષ્ટ્ર નિર્માણના મોટા ધ્યેય પ્રત્યે અમારી કમિટમેન્ટને વધુ મજબૂત બનાવીએ છીએ.”
અનેક જોડાણો અને સુવિધાઓ જેમ કે ઓટોમેટિક બકેટ લેવલર, ઓટો કિક-આઉટ, ઓટોમેટિક ફ્લોટ, એર કન્ડીશનર, વગેરે ગ્રાહકોની જરૂરિયાતોને મેચ કરવા માટે ઉપલબ્ધ છે. રિયર-વ્યુ કેમેરા, ઓટોમેટિક સેન્ટ્રલાઈઝ્ડ લ્યુબ્રિકેશન સિસ્ટમ, ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ, કેબિન ફ્રન્ટ ગાર્ડ વગેરે જેવી સેફટી વસ્તુઓ પણ ઉપલબ્ધ છે.
ટાટા હિટાચી ZW225 એક ઇનબિલ્ટ ઇનસાઇટ ટેલિમેટિક્સ સ્યુટ સાથે પણ આવે છે જે મોબાઇલ ફોન પર દૈનિક ઉપયોગ, ઇંધણ સ્તર, એલાર્મ અને ચેતવણીઓ જેવી તમામ સંબંધિત માહિતી પ્રદાન કરે છે. ઇન્સિટ વેબ અને એપ બંને પર ઉપલબ્ધ છે અને તેને સરળતાથી એક્સેસ કરી શકાય છે.