સાનફ્રાન્સિસકો : એમેઝોનના સ્થાપક જેફ બેજાસની પત્નિ મેકેન્જી બેજાસની સાથે તલાકની સમજુતી થઇ ગઇ છે. આ તલાકની સાથે જ મેકેન્જી અમીરોની યાદીમાં સામેલ થઇ ગઇ છે. સમજુતી મુજબ મેકેન્જીને ૩૮ અબજ ડોલરની રકમ મળીલ છે. તે અમીરોની યાદીમાં ૨૨મા સ્થાને પહોંચી ગઇ છે. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ શુક્રવારના દિવસે બંનેએ તલાક પર સમહતિ દર્શાવી હતી. તલાક પર સમજુતી થઇ ગયા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે. તલાક પર સમજુતી ૩૮ અબજ ડોલરમાં થઇ છે. મેકેન્જીથી અલગ થવાના બદલામાં જેફને જંગી રકમ આપવામાં આવનાર છે.
બંને વચ્ચે થયેલી સમજુતી મુજબ ૪૯ વર્ષીય મેકેન્જીને એમેઝોના આશરે ૧૯.૭ મિલિયન શેયર આપવામાં આવનાર છે. આવી જ રીતે કંપનીમાં તેની હિસ્સેદારી ચાર ટકા રહેશે. જેની કુલ કિંમત ૩૮.૩ અબજ ડોલર રહેનાર છે. રસપ્રદ બાબત એ છે કે તલાકના સેટલમેન્ટ મુજબ મેકેન્જીને મોટો ફાયદો થયો છે. આના કારણે મેકેન્જી દુનિયાની સૌથી અમીર મહિલામાં સામેલ થઇ ગઇ છે. તે અમીરોની યાદીમાં ૨૨માં સ્થાને પહોંચી જશે. વોશિગ્ટન સ્ટેટ કિંગ કાઉન્ટીના એક જજે બંન વચ્ચે તલાકની સમજુતી પર હસ્તાક્ષર કરાવ્યા હતા. મેકેન્જીને ચાર ટકા શેયર આપવામાં આવ્યા બાદ કંપનીમાં બેજાસના શેર ૧૨ ટકા રહેશે. તેઓ દુનિયામાં હજુ પણ સૌથી અમીર તરીકે તો રહેશે. મેકેન્જીએ જાહેરાત કરીછે કે તલાક મારફતે જે રકમ મળનાર છે તે પૈકી અડધી રકમ ચેરેટીમાં આપશે. મેકેન્જીએ આ અંગે હજુ સુધી નવી કોઇ પ્રતિક્રિયા આપી નથી.